• Gujarati News
  • ગુવાહાટી હાઈકો‌ર્ટના આ ચુકાદાથી વિવાદ

ગુવાહાટી હાઈકો‌ર્ટના આ ચુકાદાથી વિવાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આસામમાં બીએસએનએલના એક કર્મચારી નવેન્દ્ર કુમાર સામે ૨૦૦૧માં સીબીઆઈએ ગુનાઈત ષડ્યંત્ર અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. આની સામે નવેન્દ્ર કુમારે હાઈકો‌ર્ટમાં સીબીઆઈની રચાનાને જ પડકારી હતી. જસ્ટિસ ઈકબાલ એહમદ અન્સારી અને જસ્ટિસ ઈન્દિરા શાહની બનેલી બેન્ચે ૬ નવેમ્બરે તેના ચુકાદામાં કહ્યુ છે કે સીબીઆઈની રચના ગૃહ મંત્રાલયના સંકલ્પ પત્રથી થઈ હતી. તેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ ન હતી કે કેબિનેટનો નિર્ણય પણ ન હતો. માટે સીબીઆઈને કોઈની સામે કેસ નોંધવાની, ધરપકડ કરવાની કે કેસ ચલાવવાની સત્તા નથી. આ આધારે કો‌ર્ટે એપ્રિલ ૧, ૧૯૬૩ના રોજ સીબીઆઈની રચના કરતાં સંકલ્પ પત્રને જ રદ કર્યો.