• Gujarati News
  • પોતાનું બેટ પણ આપશે સચિનૃચ્ ’ હર્ષુલ કહે છે કે તેમની સચિન સાથે સર્વપ્રથમ મુલાકાત ૨૦૧૧ની ૧૪મી નવે

પોતાનું બેટ પણ આપશે સચિનૃચ્/’ હર્ષુલ કહે છે કે તેમની સચિન સાથે સર્વપ્રથમ મુલાકાત ૨૦૧૧ની ૧૪મી નવેમ્બરે થઇ હતી. તે વખતે ભારત-વેસ્ટઇન્ડીઝની બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી હતી. બોસ’ એટલે હર્ષુલ કહે છે જ્યારે હું સચિનને મળ્યો તો તેમણે પોતાનો શ‌ર્ટ મને આપી દીધો. ભાવુક થઇ ગયેલા હર્ષુલ કહે છે - સચિન મહાન છે. મારી પાસે તેમનો વીડિયો છે. જ્યારે તેઓ રિટાયર થઇ જશે તો હું એ વીડિયો જોઇશ. હર્ષુલને ગ્વાલિયર વનડેમાં દક્ષિણ આફ્રિકા સામે સચિને બનાવેલા નોટઆઉટ ૨૦૦ રનની ઇનિંગ સૌથી વધુ પસંદ છે. તેઓ કહે છે કે સચિન ટૂંક સમયમાં જ ભેટમાં તેમને પોતાનો બેટ આપવાના છે.ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેરેક અબ્રાહમ. મુંબઇ
ક્રિકેટ સ્ટાર સચિન તેન્ડુલકરે છેલ્લા ૨૪ વર્ષમાં પોતાની બેટિંગ દ્વારા કરોડો દિલો જીતી લીધા છે પરંતુ ૨૨ વર્ષીય હર્ષુલ ગોયન્કા અને સચિનના અન્ય પ્રશંસકો વચ્ચે મોટો તફાવત છે. હર્ષુલને પોતે માસ્ટર બ્લાસ્ટર સચિન પોતાના સૌથી મોટા પ્રશંસક માને છે. એટલું જ નહીં, સચિન તેમને બોસ’ પણ કહે છે. કોલકાતાના વતની હર્ષુલ વિકલાંગ છે. હર્ષુલે અત્યાર સુધીમાં પાંચ વાર સચિન સાથે મુલાકાત કરી છે.
હર્ષુલ અને સચિનનો તાજેતરમાં જ એક વીડિયો પણ બહાર આવ્યો છે. આ વીડિયો ચાલુ વર્ષના ૨૪મી એપ્રિલનો છે, જ્યારે સચિન ૪૦ વર્ષના થયા હતા. મુંબઇ ઇન્ડિયન્સને ઇડન ગા‌ર્ડ‌ન મેદાન પર કોલકાતા નાઇટ રાઇડ‌ર્સ સામે મેચ રમવાની હતી. સચિન સાથે મુલાકાત કરવા માટે સોનાર સ્થિત આઇટીસી હોટેલમાં ખાસ મહેમાન તરીકે હર્ષુલ આવ્યા હતા. સચિને પોતાની કિટ અલગ રાખી હતી. વ્હીલચેર પર આવેલા બોસ’ને તેઓ લોબી સુધી લઇ આવ્યા. જેવી રીતે વડીલો બાળકોને પાછળથી હાથ પકડીને બેટિંગ શીખવાડે છે, એવી જ રીતે સચિને બોસ’ને કેટલાક શોટ
... અનુસંધાન પાના નં. ૮
મારવામાં મદદ કરી હતી. હોટેલના સ્ટાફે બોલિંગ કરી હતી.
હર્ષુલનાં માતા રજની કહે છે કે સચિન ભગવાન છે. એટલે સુધી કે ગૂગલ પણ તેમના માટે વિશેષણ શોધી શકશે નહીં. મારો પુત્ર તેમનો દીવાનો છે. સચિન પણ તેને ખુશ રાખવા માટે બધા પ્રયાસો કરે છે. રજની કહે છે જ્યારે પણ કોલકાતામાં સચિન મેચ રમે છે તો હર્ષુલ જરૂર જોવા જાય છે. દરેક શોટ પર ઉછળતા લોકોને કારણે હર્ષુલને મેચનું દૃશ્ય દેખાતું નથી, તેથી હર્ષુલ બીસી રોય ગેલેરીમાં સૌથી આગળ બેસે છે. ગમે તેટલો તડકો હોય, હર્ષુલ ટોપી પણ પહેરતો નથી.