• Gujarati News
  • ત્રણ યુવા ખેલાડીઓએ દિલ જીત્યું

ત્રણ યુવા ખેલાડીઓએ દિલ જીત્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડન્સ ગા‌ર્ડ‌ન્સ કોલકાતામાં ભારતે ફેરવેલ શ્રેણીની પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચ શાનથી જીતી લીધી હતી. ભારતની યુવા ત્રિમૂર્તિ‌ રોહિ‌ત શર્મા, મોહમ્મદ શમી અને આર. અશ્વિને શાનદાર પ્રદર્શન કરીને ત્રણ જ દિવસમાં મહેમાન ટીમને હરાવી દીધી. સચિન તેંડુલકરની બેટિંગ જોવાની ઇચ્છા અધૂરી રહી ગઇ હતી. પહેલી ઇનિંગ્સમાં તે ખોટી અમ્પાયરિંગનો શિકાર થઇ ગયો હતો જ્યારે ભારતનો બીજી વખત બેટિંગ કરવાનો વારો જ આવ્યો નહોતો. સચિન ખુશ હશે કારણ કે ટીમનો વિજય થયો હતો. તે બાબતનું મહત્ત્વ નથી કે તમારી વ્યક્તિગત ઉપલબ્ધિઓ શું છે? સચિનના પ્રશંસકો મેચ બે દિવસ પહેલાં પૂરી થઇ જવાથી નિરાશ થયા હતા. તેઓ સચિનને રમતો જોવા માગતા હતા. પહેલી ઇનિંગ્સમાં પ્રશંસકોની ઇચ્છા વચ્ચે અમ્પાયર આવી ગયા હતા. હવે સચિન મુંબઇમાં પોતાની ૨૦૦મી ટેસ્ટ રમશે. બની શકે છે કે ત્યાં તે બેટિંગમાં સફળ થાય અને પ્રશંસકોની ઇચ્છા પણ પૂરી થાય. જ્યાં સુધી કોલકાતા ટેસ્ટનો સવાલ છે તો ટેસ્ટ જીતવા માટે આપણા યુવા ખેલાડીઓએ સારું પ્રદર્શન કરીને ટીમને વિજય અપાવ્યો હતો. હું આ વિજયમાં બે બાબતો જોઇ શકું છું. પહેલી એ કે ટીમ ઇન્ડિયામાં મેચ વિનિંગ યુવા ખેલાડીઓની સંખ્યા વધી રહી છે અને બીજી એ કે સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડના સંન્યાસ બાદની ખોટને યુવા ખેલાડીઓએ ભરી દીધી છે. આ ઉપરાંત મુંબઇ ટેસ્ટ બાદ સચિન ક્રિકેટને અલવિદા કહેશે ત્યારે પણ આપણી પાસે યોગ્ય વિકલ્પ ઉપલબ્ધ હશે. જોવા જઇએ તો કોલકાતા ટેસ્ટમાં રોહિ‌ત શર્મા સિવાય આર.અશ્વિન અને મોહમ્મદ શમીની પ્રશંસા પણ હું કરવા માગું છું. મો.શમીએ મેચમાં નવ વિકેટ લીધી હતી. આ તેની પદાર્પણ ટેસ્ટ હતી. આ અગાઉ નરેન્દ્ર હિ‌રવાણીએ પણ પોતાની પહેલી મેચમાં જ કુલ ૧૬ વિકેટ ખેરવી હતી. આ એક સંયોગ છે કે તેણે પણ પોતાની પહેલી મેચ વેસ્ટ ઇન્ડીઝ સામે જ રમી હતી. રોહિ‌ત શર્મા છ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે પણ છેક હવે તેને ટેસ્ટ રમાવાની તક મળી હતી. તેણે પહેલી ટેસ્ટમાં જ સદી ફટકારીને એ કારનામું કરી બતાવ્યું છે કે જે સુનીલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકર પણ કરી શક્યા નહોતા. રોહિ‌ત પાસે સ્ટ્રોક્સની કમી નથી પરંતુ તે વન-ડેમાં અંદરબહાર થયા કરે છે. હવે વન-ડેમાં બેવડી સદી અને પહેલી ટેસ્ટમાં જ સદી ફટકાર્યા બાદ તેનો આત્મવિશ્વાસ વધી ગયો હશે. પદાર્પણ કરનારા બીજા ક્રિકેટર મો. શમીએ પણ ઉમદા પ્રદર્શન કરીને લોકોનું દિલ જીતી લીધું હતું. તેની ઇન સ્વિંગર અને રિવ‌ર્સ સ્વિંગનો વેસ્ટ ઇન્ડીઝના બોલ‌ર્સ યોગ્ય રીતે સામનો કરી શક્યા નહોતા. શમી પોતાની ઝડપ હજી થોડી વધારે તો તેની વિકેટ લેવાની ક્ષમતા વધી શકે છે. હાં, રોહિ‌ત અને મો.શમીએ ઘરઆંગણે સારું પ્રદર્શન કર્યું છે. હવે તેમને વિદેશી ધરતી પર પોતાની ક્ષમતા દેખાડવાની છે. મો.શમીએ ભારતની સપાટ ધરતી પર વિકેટ લીધી છે તો વિદેશી ધરતી પર પણ સફળતા મેળવવી જ જોઇએ.
રોહિ‌ત પણ ટેસ્ટ ટીમમાં કાયમ માટે સ્થાન મેળવી લેશે તેવી આશા છે. જ્યાં સુધી આર. અશ્વિનનો સવાલ છે તો તેનામાં ઓલરાઉન્ડર બનવાના ગુણ વિકસી રહ્યા છે. હું એટલું જ કહીશ કે યુવા ખેલાડીઓએ ભારતીય ટીમની તાકાતને ઘણી વધારી દીધી છે.