• Gujarati News
  • એક વેબસાઇટે જનતાને ૃચ્ ’અધિકાર સંપન્ન બનાવી

એક વેબસાઇટે જનતાને ૃચ્/’અધિકાર સંપન્ન બનાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોહ રેમન
ડિજિટલ પ્લેટફોર્મ ેોૂખ્ર્‍ર્‍.ગ્ચ્ર્‍ એ સામાજિક પરિવર્તનની દિશામાં અમેરિકા સહિ‌ત અનેક દેશોમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.તે વેબસાઇટને કારણે જ ઇરાકી દુભાષિયાઓને અમેરિકી વિઝા મળી ગયા.બેંક ઓફ અમેરિકાના ડેબિટ કા‌ર્ડ‌ ધારકોને નિક્સિંગ ફીસમાંથી છૂટછાટ મળી ગઇ.સ્કૂલોના લંચમાં ફાસ્ટ ફૂડ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો.વેબસાઇટ પર લોકો સમસ્યાઓ ,મુદ્દાઓ પર અરજી કરવા લાગ્યા. હવે અમેરિકી નીતિના ઘડવૈયા પણ સાઇટ સાથે સંકળાઇ રહ્યા છે. કોંગ્રેસના રિપબ્લિકન સભ્ય પોલ રાયન અને ડેમોક્રેટિક પાર્ટીની સેનેટર એલિઝાબેથ વારેને પોતાના ચેન્જ ડોટ ઓઆરજી પેજ બનાવી લીધા છે.તેઓ પેજ પર તેમને સ્પર્ષતા મુદ્દાઓ અંગેની અરજીઓના જવાબ આપી શકશે.વેબસાઇટના સંસ્થાપક બેન કહે છે કે આ રાહે ચૂંટાયેલા પ્રતિનિધિ સીધા જનતા સાથે સંવાદ સાધી શકશે.
૨૬ વર્ષના બેન રાત્રેએ ૨૦૦૭માં સાઇટ ખુલ્લી મૂકી હતી. વિવાદાસ્પદ અરજીઓ અને નફાની કમાણી કરવા બદલ સાઉઇટની ચર્ચા અને ટીકા પણ થતી હતી.આમ તો ચાડા ચાર કરોડ લોકો સાઇટ પર પોતાની અરજી પાઠવી ચક્ૂયા છે કે પછી અરજી પર હસ્તાક્ષર કરી ચૂક્યા છે.