• Gujarati News
  • ચીનની આર્થિ‌ક વૃદ્ધિ લોકોને અચંબામાં મૂકે તેવી છે. અહીં સતત આઠથી દસ ટકાનો વિકાસદર જોવા મળે છે. પ્

ચીનની આર્થિ‌ક વૃદ્ધિ લોકોને અચંબામાં મૂકે તેવી છે. અહીં સતત આઠથી દસ ટકાનો વિકાસદર જોવા મળે છે. પ્રશ્ન એ છે કે શું તે ભવિષ્યમાં આ ઝડપ જાળવી રાખશે?ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માઈકલ શૂમેન
અમેરિકાનો વિકાસદર ૨.પ ટકાની ધીમી ગતિએ ચાલી રહ્યો છે. યુરોપની સ્થિતિ તો વધુ ખરાબ છે. આથી બધાની નજર વિશ્વના ગ્રોથ એન્જિન ગણાતા ચીન પર છે. કમ્યુનિસ્ટ નેતૃત્વ દ્વારા શોર ભર્યા માઓવાદના સ્થાને મૂડીવાદને સ્વીકારીને ૩૦ વર્ષમાં ચીન વિશ્વનું બીજું મોટું અર્થતંત્ર બની ગયું છે. વિશ્વ પર નેતૃત્વ જમાવવાના મામલે તે અમેરિકાનું મુખ્ય હરીફ છે. ચીને અંધાધૂંધ નિકાસ દ્વારા રોકડ નાણાંનો પહાડ બનાવ્યો છે. તે અમેરિકાનો સૌથી મોટો વિદેશી કરજદાતા દેશ છે.
તેમ છતાં વિશ્વનું વર્કશોપ બની ચૂકેલા ચીનને ઘણા ક્ષેત્રોમાં સુધારાની જરૂર છે. તે પોતાની જ સફળતાનો શિકાર બની રહ્યું છે. તેની સામે અમેરિકા જેવા અમીર દેશો અને ભારત જેવા ઉભરતા અર્થતંત્રનો સામનો કરવાનો પડકાર છે. ચીને સરકારી ધન અને સસ્તી મજૂરીના કારણે આર્થિ‌ક ચમત્કાર કરી બતાવ્યો છે. પરંતુ તે હથિયાર તેનું ભાવિ નહીં સુધારી શકે. ચીન માત્ર માલના નિર્માણ પર નર્ભિર ન રહી શકે. તેણે શોધો કરવી પડશે. ચીજોની ડિઝાઈન, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરવા પડશે. ચીન એવી ઘણી પ્રોડક્ટ બનાવે છે જે ચીની નથી. એપલ આઈપેડની નિકાસ ચીનના કારખાનાઓમાંથી થાય છે પરંતુ ત્યાં માત્ર એસેમ્બલ થાય છે. ત્યાં સુધી કે ફેક્ટરીઓ પણ વિદેશી કંપનીઓ ચલાવે છે. અર્થશાસ્ત્રી વિલિયમ જેનવે જણાવે છે કે, ચીન જે ચીજોના બળે અહીં પહોંચ્યું છે તે પગલું તેના માટે પૂરતું નથી.
દેશના નીતિ નિર્માતા આ તથ્યને સ્વીકારે છે. વડાપ્રધાન લિ કેકિયાંગે તાજેતરમાં જ કહ્યું હતું કે, સુધારા વગર ચીનનું આધુનિકિકરણ પૂરું નહીં થઈ શકે. ચીનની સામે મુખ્ય પાંચ પડકારો છે.