• Gujarati News
  • હાલની સિગ્નલ સિસ્ટમના રાખરખાવમાં પણ તંત્રને નિષ્ફળતા જ

હાલની સિગ્નલ સિસ્ટમના રાખરખાવમાં પણ તંત્રને નિષ્ફળતા જ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં વાહનોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યારે ભવિષ્યમાં શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં આવનારા પડકારોને પહોંચી વળવા માટેના નક્કર આયોજન કરવામાં પાલિકા સાવ નિષ્ફળ પુરવાર થઈ રહી છે. વર્ષ ૨૦૦પમાં પાલિકાએ સીઆરઆરઆઈ પાસે એક સરવે કરાવ્યો હતો. ત્યાર પછી વર્ષ ૨૦૦૬માં પાલિકાએ અમદાવાદની કન્સલ્ટિંગ એન્જિનિયરિંગ સર્વિ‌સ પાસે સમગ્ર શહેરના ટ્રાફિકનો સરવે કરાવ્યો હતો. આ સરવેનો રિપો‌ર્ટ તૈયાર કરાવીને તેમાં કરાયેલા સૂચનોને આધારે ટૂંકા, મધ્યમ અને લાંબાગાળાના એમ ત્રણ તબક્કાના પગલાં ભરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. છતાં આ આયોજનનો પહેલો તબક્કો હાલમાં પૂરો થઈ ચૂક્યો છે, ત્યારે તેમાં હોકિંગ ઝોનની રચના, રાહદારી માટેની વ્યવસ્થા, દબાણ દૂર કરવાની નીતિ અને ટ્રાન્સપો‌ર્ટ ડેવલપમેન્ટ ફંડ ઊભું કરવા જેવા સંખ્યાબંધ પગલાં ભરવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. આ સુધારા કરવામાં તો ઠીક જે ટ્રાફિક મેનેજમેન્ટ માટે હયાત સિસ્ટમ છે, તેના ઓપરેશન અને મેઈન્ટેનન્સમાં પણ પાલિકા અને પોલીસનું તંત્ર કશું જ ઉકાળી શક્યું નથી.