• Gujarati News
  • સુરતની મેઘા ગુપ્તાને નેશનલ ચાઇલ્ડ એવો‌ર્ડ‌

સુરતની મેઘા ગુપ્તાને નેશનલ ચાઇલ્ડ એવો‌ર્ડ‌

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત/કોટા
સુરતની મેઘા ગુપ્તાને ૧૪મી નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ ચાઇલ્ડ એવો‌ર્ડ‌ આપવામાં આવશે. બાળ દિવસના અવસરે આ એવો‌ર્ડ‌ આપવામાં આવનાર છે. નોંધનીય છે કે આ એવો‌ર્ડ‌ શિક્ષણ, કલા, સંસ્કૃતિ અને રમતગમતમાં નોંધપાત્ર દેખાવ બદલ આપવામાં આવે છે. હાલ મેઘા ગુપ્તા આઇઆઇટી ફાઉન્ડેશનમાં એલન કેરિયરમાં ટ્રેનિંગ લઈ રહી છે.
કોટા માં દસમાં ધોરણમાં અભ્યાસ કરી રહેલી મેઘા આંતરરાષ્ટ્રીય સ્તર પર આયોજિત પરીક્ષા ઉપરાંત કોમનવેલ્થમાં ઇન્ડિયન એશિયનમાં પણ પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. મેઘા ગુપ્તા ચેસમાં નેશનલ લેવલ પર શ્રેષ્ઠ પ્રદર્શન ઉપરાંત કલાસિકલ ડાન્સમાં પણ નિપૂણ છે. મેઘાના પિતા બીકે ગુપ્તા સુરમતાં ઓનએનજીસી કંપનીમાં ડે. જનરલ મેનેજર છે. આ અંગે મેઘાએ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આઇઆઇટી બાદ તે આઇઆઇએમમાં જવાનું પસંદ કરશે. ત્યારબાદ તે પોલિટિકસમાં જઈને મોંઘવારી ઓછી કરવાની દિશામાં કામ કરશે.