• Gujarati News
  • અટગામના ચૂંટણી હુમલા કેસમાં તબીબ પોલીસની ભૂમિકા વિવાદમાં

અટગામના ચૂંટણી હુમલા કેસમાં તબીબ-પોલીસની ભૂમિકા વિવાદમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: અટગામ મંડળીની ચૂંટણીમાં નરેશ પટેલ વિજયી થતા પરાજીત થયેલી સરપંચની પેનલના ઉમેદવાર સુમન પટેલ અને માથાભારે પુત્ર યોગેશે ૩૦થી ૪૦ લોકોનું ટોળું બોલાવી નરેશભાઈના ઘર પર પથ્થરમારો કરી નરેશભાઈના પરિવારને લોખંડના સળિયા વડે બેરહેમીપૂર્વક માર માર્યા હતા. બળવંતભાઈને સારવારઅર્થે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સિવિલના તબીબે માથામાં ટાંકા લેવામાં બેદરકારી દર્શાવી હતી. તબિયતમાં સુધારો આવ્યો ન હોવા છતાં સિવિલના તબીબોએ બળજબરી પૂર્વક બળવંતભાઈને રજા આપી દીધી હતી. બાદમાં હુમલાખોર સરપંચ પુત્ર યોગેશ ઉર્ફે લાલાની દિવાળી ન બગડે તે માટે રૂરલ પોલીસે જાણીબુઝીને ધરપકડ ન કરી લાલા સામે ગંભીર ગુનાની કલમોનો પણ ઉમેરો ન કરી આરોપીને જ છાવરવાની ભૂંડી ભૂમિકા ભજવી હતી. જેથી ગંભીર કલમનો ઉમેરો કરવા અને સરકારી ડામર સગેવગે કરવાના કૌભાંડમાં પણ મુખ્ય સૂત્રધાર એવા સરપંચ પુત્ર યોગેશની ધરપકડ કરવા રજૂઆત કરાઈ હતી છતાં હજુ સુધી રૂરલ પોલીસ આરોપીઓની ધરપકડ કરી શકી નથી.