• Gujarati News
  • સુરતની રણજીમાં ગુજરાતનો હાથ ઉપર : દિલ્હી પર ૧૧૪ રનની લીડ

સુરતની રણજીમાં ગુજરાતનો હાથ ઉપર : દિલ્હી પર ૧૧૪ રનની લીડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ પર રમાઇ રહેલી રણજી મેચમાં શનિવારે ગુજરાતને પ્રથમ દાવમાં મહત્વની કહી શકાય એવી ૨પ રનની સરસાઈ મળી હતી. રમતના ત્રીજા દિવસે દિલ્હી વતી એકમાત્ર મીથુન મીનહાસે લડાયક સદી ફટકારીને ટીમનો રકાસ રોકવાનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાતના લેફટ આર્મ સ્પિનર અક્ષર પટેલે પપ રન આપીને છ વિકેટ ઝડપી હતી. ૨પ રનની સરસાઈ મળ્યા બાદ ગુજરાતના બીજા દાવની શરૂઆત નબળી રહી હતી અને ત્રીજા દિવસની રમતના અંતે ગુજરાતે ચાર વિકેટના નુકશાને ૮૯ રન બનાવી લીધાં હતા. આમ, ગુજરાતે દિલ્હી પર કુલ ૧૧૪ રનની લીડ મેળવી લીધી હતી. શનિવારે દિલ્હીની ટીમે શુક્રવારના અધુરા દાવથી આગળ રમવાની શરૂઆત કરી હતી. જો કે, લેફટ આર્મ સ્પિનર અક્ષર પટેલ સામે મનહાસ સિવાય દિલ્હીના અન્ય બેટસમેનો ઘૂંટણિયે પડી ગયા હતા અને સમગ્ર ટીમ ૨૯પ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાતના બીજા દાવની શરૂઆત નબળી રહી હતી. ૧૭ રનના ગાળામાં જ ત્રણ વિકેટ ઝડપી લીધી હતી. પ્રથમ દાવનો સદી વીર વેણુગોપાલ રાવ ૨૪ રન બનાવી આઉટ થઈ ગયો હતો. રમતની અંતિમ ક્ષણોમાં ગુજરાતે ચોથી વિકેટ ગુમાવી હતી. રમતના અંતે પાર્થિ‌વ પટેલ અને ઓપનર એસકે પટેલ ક્રિઝ પર હતા. રવિવારે રણજી મેચનો છેલ્લો દિવસ છે.