• Gujarati News
  • સોમવારે લંડનમાં ડીટીસીની સાઇટ શરૂ થશે

સોમવારે લંડનમાં ડીટીસીની સાઇટ શરૂ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
ડાયમંડ ટ્રેડીંગ કંપની(( ડીટીસી))ની નવેમ્બરની સાઇટ લંડનમાં ૧૧ તારીખથી શરૂ થશે અને ૧૪ તારીખ સુધી ચાલું રહેશે.સુરતના હીરાઉદ્યોગ માટે આ સાઇટનું મહત્ત્વ રહેશે, કારણ કે અત્યારે દિવાળીનું વેકેશન હોવાને કારણે ઉદ્યોગ બંધ છે, પણ નવા વર્ષની શરૂઆત હોવાને કારણે રફ ડાયમંડના ભાવ વધે છે ઘટે છે તેની પર બધો મદાર રહેશે. દિવાળી વેકશન પહેલાં હીરાઉદ્યોગનું ચિત્ર નિરાશા જનક હતું. રફ ડાયમંડના ભાવ ઉંચા જ રહેતા હતા અને પોલિશ્ડ ડાયમંડના ભાવ વધતા નહોતા.જો ડીટીસીની નવેમ્બરની સાઇટમાં રફના ભાવમાં ઘટાડો થાય તો નાના કારખાનેદારોને જલ્દી કામકાજ શરૂ કરવાનો ઉત્સાહ રહેશે.ડીટીસી સાઇટ હોલ્ડરો લંડન પહોંચી ગયા છે.