• Gujarati News
  • પરિવર્તન ટ્રસ્ટના આગેવાનોએ પાંડેસરા ૃચ્ ’ડકને માફીનામું લખી આપવું પડયું

પરિવર્તન ટ્રસ્ટના આગેવાનોએ પાંડેસરા ૃચ્/’ડકને માફીનામું લખી આપવું પડયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ. સુરત
સચિન ગભેણી ખાડી ખાતે પંદર દિવસ પહેલા ઝડપાયેલા ટેન્કર ચાલકને પોલીસને સોંપવાનું પરિવર્તન ટ્રસ્ટના યુવાનોને ભારે પડી ગયું હતું. જીપીસીબીના અધિકારીઓ અને પરિવર્તન ટ્રસ્ટના યુવાનો સાથે પોલીસ દ્વારા પોલીસગીરી બતાવવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. તેમાં થોડા દિવસો પહેલા ઝેરીલા કેમિકલ ઠાલવનાર ટેમ્પા ચાલકને પકડીને જીપીસીબીને હવાલે કરાયો હતો. ફાર્માસ્યુટીકલ્સ અને ઇન્ડસ્ટ્રીઝના અતિ ઝેરીલા કેમિકલ નાંખનારા તત્વોને પકડીને જેલમાં નાંખવાને બદલે પાંડેસરા પીઆઇ બી.એમ. પરમારે તેને પકડનારાઓ ફરિયાદીઓને જ જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ચેષ્ટા કરી હતી. જીપીસીબીના હાજર અધિકારી સૂત્રોએ આ ઘટનાને સમર્થન આપ્યું હતું. કેમકે જીપીસીબીના અધિકારીઓને પણ આઠ કલાક બેસાડી રાખીને પોલીસ ઇન્સ્પેકટર પરમારે તેમના રોફનો પરચો આપ્યો હતો. પાંડેસરા પીઆઇએ યુવાનોને ફરિયાદ કરવા બદલ હેરાન કરવામાં કોઇ કચાશ બાકી
રાખી ન હતી.