• Gujarati News
  • વેકેશનના માહોલમાં વરાછામાં કચરો ઘટયો!

વેકેશનના માહોલમાં વરાછામાં કચરો ઘટયો!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ, સુરત
દિવાળીના તહેવાર ટાણે વરાછા સહીતના વિસ્તારોમાં સૌરાષ્ટ્રવાસીઓ મોટાપાયે વતનની વાટ પકડી છે તેને લીધે વરાછામાં ઠલવાતા કચરામાં ૩૩ ટકા જેટલો ઘટાડો નોંધાયો હોવાની આશ્ચર્યજનક બાબત પણ સામે આવી છે. સામાન્ય દિવસોમાં ૪પ૦ મેટ્રિક ટન કચરો ઠલવાતો હતો પરંતુ હાલની સ્થિતી અનુસાર અધધધ.. દોઢ સો ટન જેટલો કચરામાં પણ ઘટાડો નોંધાયને ૩૦૦ મે.ટન કચરો નીકળી રહ્યો છે.
વરાછા ઝોન વિસ્તારમાં દિવાળીના તહેવાર ટાણે મોટાભાગના સૌરાષ્ટ્રવાસીઓ દર વર્ષની જેમ વતનની ઉપડયા છે. ખાસ કરીને હીરા અને કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વેકેશનનો ભરપુર લાભ ઉઠાવવા વતન સાથે ટુર પર પણ ગયા છે. તેની વ્યાપક અસર શહેરમાં વર્તાય રહી છે. એક તો ટ્રાફિકનું ભારણ આપોઆપ ઘટી ગયુ છે. રસ્તાઓ સુમસામ બન્યા છે ત્યારે દૈનિક ઠલવાતા કચરામાં પણ ઘટાડો થયો હોવાની વિગતો મળી છે. વરાછા ઝોનના સુત્રો મુજબ સામાન્ય દિવસોમાં ૪પ૦ મેટ્રિક ટન કચરો આ ઝોન વિસ્તારમાં એકત્રિત થતો હતો. પરંતુ સૌરાષ્ટ્રવાસીઓ વતન જતા હમણાં માત્ર ૩૦૦ મે.ટન કચરો જ નીકળે છે આથી બાબત પણ પાલિકામાં ચર્ચામાં આવી છે. વરાછામાં તેથી ૧પ૦ મે.ટન જેટલો કચરામાં ઘટાડો થતા કચરો બિલકુલ ઘટી ગયો છે.