• Gujarati News
  • અમરોલીમાં દાદર પરથી પડી જતાં યુવતીનું મોત

અમરોલીમાં દાદર પરથી પડી જતાં યુવતીનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . કતારગામ
અમરોલી છાપરાભાઠા રોડની મધુવન સોસાયટીના ત્રીજા માળે દાદર પરથી નીચે પડી જતા એક ૧૯ વર્ષીય પરિણીતાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે અમરોલી પોલીસે આકસ્મિક મોતની નોંધ કરી હતી. અમરોલીની મધુવન સોસાયટી સ્થિત હરિદર્શન એપા‌ર્ટમેન્ટના ફ્લેટ નંબર બી-પ૦૪ ખાતે રહેતા વિજયભાઈ ગજેન્દ્રભાઈ રાઉટની પત્ની બિજારાની શુક્રવારે ત્રીજા માળના દાદર પરથી આકસ્મિક રીતે નીચે પટકાઈ ગઈ હતી. તેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે અમરોલી પોલીસના પીએસઆઈ કે.કે.ગોહિ‌લે તપાસ હાથ ધરી છે.