• Gujarati News
  • @રીનલ ડિનર્વેશન થેરાપીથી હા‌ર્ટએટેક, લકવો અને કિડની ફેલ્યોરનું પ્રમાણ ઘટાડી શકાશે

@રીનલ ડિનર્વેશન થેરાપીથી હા‌ર્ટએટેક, લકવો અને કિડની ફેલ્યોરનું પ્રમાણ ઘટાડી શકાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
@રીનલ ડિનર્વેશન થેરાપીથી હા‌ર્ટએટેક, લકવો અને કિડની ફેલ્યોરનું પ્રમાણ ઘટાડી શકાશે
સમીર રાજપૂત . અમદાવાદ
હાઈપર ટેન્શનને લીધે દેશમાં હા‌ર્ટ એટેક, લકવો અને કિડની ફેલ્યોરનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે દેશમાં સૌપ્રથમ વાર શહેરની ખાનગી હોસ્પિટલમાં એકસાથે ચાર દર્દી પર રીનલ ડિનર્વેશન’ થેરાપીમાં સફળતા મળી છે. આ થેરાપીથી હાઈ બ્લડપ્રેસરના દર્દીનું બ્લડપ્રેસર ઘટાડીને હાઈપર ટેન્શનથી થતાં હા‌ર્ટ એટેક, લકવો અને કિડની ફેલ્યોરનું પ્રમાણ ઘટાડી શકાશે.
આ અંગે ડો. કેયૂર પરીખે જણાવ્યું હતું કે, અમદાવાદમાં આશરે પાંચ લાખ લોકો હાઈ બ્લડપ્રેસરથી પીડાય છે. હાઈ બીપીને લીધે ઉત્પન્ન થતા હાઈપર ટેન્શનથી વ્યક્તિમાં કિડની, સ્ટ્રોક, હા‌ર્ટ એટેક અને કિડની ફેલ્યોરનું જોખમ વધી જાય છે, પરંતુ રીનલ ડીનર્વેશન થેરાપીથી હાઈપર ટેન્શનથી થતાં આ જોખમો ઘટાડી શકાશે.