• Gujarati News
  • રવીનાના પતિ સાથેૃચ્ ’~૧૨.પ૮ લાખનીૃચ્ ’છેતરપિંડી

રવીનાના પતિ સાથેૃચ્/’~૧૨.પ૮ લાખનીૃચ્/’છેતરપિંડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મુંબઈ
અભિનેત્રી રવીનાના પતિ અનિલ થડાની સાથે રૂ. ૧૨.પ૮ લાખની છેતરપિંડી કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ ત્રણ જણની ધરપકડ કરી છે, જેમાં એક રવીનાનો કર્મચારી પણ છે. આ સાથે આ કેસમાં કુલ નવ જણની ધરપકડ કરાઈ છે. આરોપીઓએ શહેરમાં અનેક સ્થળે આ રીતે છેતરપિંડી કરી હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપીમાં કાંદિવલીના ૨૯ વર્ષીય ઓમપ્રકાશ પાઠક, ૨૮ વર્ષીય રાધેમોહન ચૌબે અને ભાયંદરના ૨૮ વર્ષીય વિશ્વંભર મિશ્રાનો સમાવેશ થાય છે. આ કેસમાં હમણાં સુધી ૨૭ બોગસ પેન કા‌ર્ડ‌, ૧૪ ડ્રાઈવિંગ લાઈસન્સ, ૧૧ વોટર કા‌ર્ડ‌, પ૭ એટીએમ કા‌ર્ડ‌, નવ રબર સ્ટેમ્પ, ૩૭ બેન્ક પાસબુક, ૪૨ બેન્ક રસીદ, ૧૯ મોબાઈલ ફોન, સાત ચેક અને પાસપો‌ર્ટ જપ્ત કરાયા છે.