• Gujarati News
  • વિરારમાં નારાયણૃચ્ ’સાંઇનો આશ્રમૃચ્ ’તોડી પડાયો

વિરારમાં નારાયણૃચ્/’સાંઇનો આશ્રમૃચ્/’તોડી પડાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મુંબઈ
પાછલા અનેક મહિ‌નાથી વિવાદના વમળમાં ફસાયેલા આસારામ બાપુના દીકરા અને ફરાર આરોપી નારાયણ સાઈના મુંબઈ નજીક વિરાર પાસે આવેલા ગેરકાયદે આશ્રમને મહેસૂલ અને પાલિકા પ્રશાસન દ્વારા સંયુક્ત રીતે કરાયેલી કાર્યવાહીમાં તોડી પાડવામાં આવ્યો હતો. વિરાર પૂર્વમાં મૌજે શિરગાંવ, કુંભારવાડા ખાતે સરકારી જમીન ઉપર અતિક્રમણ કરી બાંધવામાં આવેલા ગેરકાયદે આશ્રમને તોડી પાડવામાં આવ્યો હતો. ૨૦૦૩થી નારાયણ સાઈ દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો હોવાનું પાલિકા સૂત્રોએ
જણાવ્યું હતું.