• Gujarati News
  • કૃષિક્ષેત્રમાં પીઈ અને વીસી ૃચ્ ’રોકાણો વધારાશે: અહેવાલ

કૃષિક્ષેત્રમાં પીઈ અને વીસી ૃચ્/’રોકાણો વધારાશે: અહેવાલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઈ . નવી દિલ્હી
ભારતમાં કૃષિ ક્ષેત્રે વિકાસ થવાની શક્યતાઓ વધારે હોવાને કારણે આગામી દિવસોમાં આ ક્ષેત્રે વેપાર કરી રહેલી કંપનીઓમાં પ્રાઇવેટ ઇક્વિટી રોકાણ અને વેન્ચર કેપિટલ રોકાણ વધારે આવવાની વકી છે તેમ કેપીએમજી અને ફિક્કી દ્વારા તૈયાર કરાયેલ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે પણ સારી એવી તકો હોવાને કારણે આ ક્ષેત્રનું કદ વર્ષ ૨૦૧૪-૧પ સુધીમાં રૂ. ૪ લાખ કરોડનું થઈ શકે. ભારતમાં કૃષિ તેમજ ખાદ્ય ક્ષેત્રે વેપાર કરી રહેલી કંપનીઓમાં પ્રાઇવેટ ઇક્વિટી-વેન્ચર કેપિટલ રોકાણકારોએ સારો એવો રસ દાખવ્યો છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે વેપાર કરી રહેલી કંપનીઓમાં સારી એવી માત્રામાં રોકાણ થવાની શક્યતા રહેલી છે. કૃષિ ક્ષેત્રમાં કૃષિ ટેક્નોલોજી ક્ષેત્રે વધારે માત્રામાં રોકાણ આવવાની શક્યતા રહેલી છે.