• Gujarati News
  • શું ભારતમાં યોજાઈ શકે છે કસ્ટમાઇઝ્ડ કાર શો ?ૃચ્ ’

શું ભારતમાં યોજાઈ શકે છે કસ્ટમાઇઝ્ડ કાર શો ?ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેટલીય જગ્યાઓ પર કાર શો યોજાતા હોય છે, જ્યાં મોટી માત્રામાં વાહનનિર્માતા કંપનીઓ તેમની કારો અને ભવિષ્યની કન્સેપ્ટ કાર પ્રદર્શિ‌ત કરે છે. જેમાં ડેટ્રોયટ, ફ્રેંકફ‌ર્ટ અને ટોક્યોમાં યોજાનારા ઓટો શો સૌથી મોટા છે. જેની સાથે જીનિવા, ચીન અને રૂસમાં યોજાઈ રહેલા ઓટો શોનું પણ અનેરૂં મહત્ત્વ છે. જોકે એક વાર્ષિ‌ક શો એવો યોજાય છે કે જે દુનિયાના બીજા કોઇ શહેરોમાં યોજાતો નથી. આ છે લાસ-વેગાસ ખાતે યોજાઈ રહેલ સેમા-શો. આવી જ રીતે દરેક શહેરોની માફક આ શો પણ શોરબકોર, જોશીલાપણું, રોશનીની ચમક-દમક માટે જાણીતો છે.
સેમા એટલે કે સ્પેશિયાલિટી ઇક્વિપમેન્ટ માર્કેટ એસોસિએશન, નામ જરૂર બોરિંગ છે, પરંતુ આ શોમાં કારોને બાદ કરતાં નવી ચીજો, ઉપકરણો પ્રદર્શિ‌ત કરવામાં આવે છે જે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. અને તમે આ વસ્તુઓ તમારી કારમાં લગાડવા પ્રેરાઇ શકો છો. અહીં ટયૂન‌ર્સ, આફ્ટર માર્કેટ મોડીફાય‌ર્સ અને તેમની કારોમાં આધુનિકીકરણ માટેના શોખીન લોકો દીવાનાની જેમ ધૂમતા ફરે છે. અહીં એક એવો મોટર શો છે જેમાં લોકપ્રિય ટીવી શો પિંપ માઇ રાઇડ-માં બતાવાતી કારોની સંખ્યા પણ અનેક હોય છે.
કેટલાંય વર્ષોથી અહીં કારનિર્માતાઓ ખાસ કરીને ઉત્તરી અમેરિકાના નિર્માતાઓ તેમના અલગ પરફોર્મન્સ આપતી કારોને પ્રદશિત કરી રહ્યાં છે. પરંતુ આ શોનું મુખ્ય આકર્ષણ એ છે કે નવા રંગરૂપમાં ગાડીઓની સંખ્યા વધુ છે જેમાં ટયૂન‌ર્સ નવા રૂપ આપે છે. આ એવા લોકો છે કે જે નાના શહેરોમાં કામ કરે છે જે આ શો માટે પૂરા અમેરિકામાં જાણીતા છે.
દર વર્ષની માફક નવેમ્બરના પહેલા સપ્તાહમાં લાસ- વેગાસમાં આ શો યોજાઇ ગયો આ સમયે અહીં ૧૦૦૦ બીએચપીવાળી હુંડાઇ, ૧૪૦૦ બીએચપીવાળી વિન્ટેજ શેવી કમારો અને ૧૦૨૦ બીએચપીવાળી હોન્ડાની મિની વેન સામેલ હતી. પરંતુ આમાં કોઇ ખાસ અંતર ન હતું.
આ ઉપરાંત ફો‌ર્ડ‌, મઝદા, ડોઝ વાઇપર અને અનેક કંપનીઓએ તેમની ગાડીઓ પ્રદર્શિ‌ત કરી છે. અમુક કારોના પથી ૧૦ સુધીના વર્ઝન છે. આમાંની એક હતી કાર્વેટ, જેની અત્યારે દુનિયામાં સૌથી વધુ પસંદગી કરવામાં આવી રહી છે. શો માટેનું આયોજન સ્થળ મોડીફાઇડ ગાડીઓના અનેક મોડલોથી ખીચોખીચ ભરાઇ ગયું હતું.
આ ઉપરાંત અહીં અનેક મસ્ટેંગ કાર જોવા મળી, જેમાંની એક રોકસ્ટાર જેન સિમન્સને સ્નેકબાઇટ ૧૯પ૬ ફો‌ર્ડ‌ એફ-૧૦૦ પિકઅપ ટ્રકે સૌનું ધ્યાન આકર્ષિ‌ત કર્યું હતું. શેલ્બી મસ્ટેંગની સ્ટાઇલિંગવાળી આ પિકઅપ ટ્રકમાં પ.૪ લિટરના સુપર પવપા‌ર્ડ‌ વી ૮ એન્જિન લાગુ કરવામાં આવ્યું છે. ભારતનો આ ઓટોમોબાઇલ ઉદ્યોગ ભલે છેલ્લા એક દશકાથી મોટા ડગલાઓ ભરવામાં સફળ રહ્યા હોય પરંતુ અહીં કાર કસ્ટમ્સની વાત છે ત્યારે તેઓ શરૂઆતના યુગમાં જ છે.