સેન્સેશનલ સેલેના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાના કેલિફોર્નિ‌યામાં પોતાની મ્યુઝિકલ ટૂર સ્ટા‌ર્સ ડાન્સ’માં પરફોર્મ કરતી ખ્યાતનામ ગાયિકા સેલેના ગોમેઝનો આકર્ષક અંદાજ જોઈને પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ઓગસ્ટ મહિ‌નાથી શરૂ થયેલી આ ટૂરમાં સેલેનાએ ર્નોથ અમેરિકામાં ૪૧, યુરોપમાં ૧૩ અને એશિયામાં પાંચ શો યોજવાનું નક્કી કર્યું છે. કેનેડિયન ગાયક જસ્ટિન બીબરથી થોડા સમય પહેલાં જ સંબંધો તોડયા બાદ સેલેનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે લાંબા સમય સુધી ચાલતા સંબંધોમાં માનતી નથી.