• Gujarati News
  • ૧૦ દિવસથી દમણમાંથી અપહરણ કરાયેલા ૃચ્ ’સુરતના વેપારીના પુત્રનો હજુ પત્તો નથી

૧૦ દિવસથી દમણમાંથી અપહરણ કરાયેલા ૃચ્/’સુરતના વેપારીના પુત્રનો હજુ પત્તો નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
દિવાળીના તહેવારોમાં દમણ વિસ્તારમાંથી અપહરણ કરાયેલા સુરતના યાર્ન અને રીઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા વેપારીના પુત્રનો આજે દશ દિવસ પછી પણ કોઈ અતો પત્તો મળ્યો નથી. પોલીસને આ વેપારી પુત્રનું છેલ્લું વેકેશન સેલવાસ મળ્યું હતું એ પછી પોલીસને કોઈ કડી મળી નથી અથવા તો મળી છે તો જાહેર કરવામાં આવી નથી.
સુરતના યાર્ન અને રીઅલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા હનીફભાઈ હીંગોરાના પુત્ર સોહેલનું ૩૦ ઓકટોબરે દમણમાંથી અપહરણ કરાયું હતું.તેની કાર ફેકટરીની નજીકથી મળી આવી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધીને ફરીયાદ તો દાખલ કરી, પણ આજ સુધી અપહરણકાર સુધી પોલીસના હાથ પહોંચ્યા નથી. હજુ સુધી હીંગોરા પરીવાર પર કોઈનો ખંડણી માગતો કે ધાકધમકીનો ફોન પણ આવ્યો નથી.દમણ પોલીસે શરૂઆતમાં સોહેલનું લોકેશન સેલવાસમાં હોવાનું કહ્યું હતું, પણ એ પછી એક પણ મહત્ત્વનો સુરાગ પોલીસને હાથ લાગ્યો નથી. જો કે જાણકારોનું કહેવું છે કે પોલીસ પાસે ઘણી બધી માહિ‌તીઓ છે પણ કોઇક કારણોસર વિગત છુપાવવામાં આવી રહી છે.