• Gujarati News
  • પુત્રએ મા બાપને ઢોર માર મારતા સ્મીમેરમાં

પુત્રએ મા-બાપને ઢોર માર મારતા સ્મીમેરમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત:અઠવાલાઈન્સના વનિતા વિશ્રામના ગ્રાઉન્ડ પર ચાલતા ઉત્સવ મેળામાં કામ કરવા આવેલા પરપ્રાંતિય કામદારોને મેળાના ગ્રાઉન્ડ પરથી ઉમરા પોલીસે જુગાર રમતા ઝડપી પાડયા હતાં અને દાવ પરના અને અંગ ઝડતીના મળી કુલે ૨૨૯૦ રૂપિયા પણ કબ્જે કરાયા હતાં. વનિતાવિશ્રામના મેળાના ગ્રાઉન્ડ પર જુગાર રમતો હોવાની બાતમી મળતા એએસઆઈ બાબુભાઈ રામભાઈએ સ્ટાફના માણસ સાથે ગુરુવારે સાંજના સુમારે રેડ પાડી હતી. જોકે, કેટલાંક જુગારીઓ પોલીસને જોઈને ભાગી ગયા હતાં. તો ત્રણ જુગારી રાજુ મજીરામ ચોધરી, અજયભાઈ તથા કલ્લુ બસીર શેખને ઝડપી પાડયા હતાં. પોલીસે દાવ પરના અને અંગઝડતીના મળી કુલ રૂપિયા ૨૨૯૦ કબ્જે ક્ર્યા હતાં. જુગાર રમતા તમામ પરપ્રાંતિય અને મેળામાં કામ કરતા હોવાનુ પોલીસને જાણવા
મળ્યુ હતું.