• Gujarati News
  • ગંગાને આજે કો‌ર્ટમાં રજૂ કરાશે

ગંગાને આજે કો‌ર્ટમાં રજૂ કરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
ઉદેપુરથી પોલીસની ગીરફતમાં આવેલી નારાયણ સાંઇની સેવિકા ગંગાને લઈને સુરત પોલીસ રવાના થઈ ગઈ છે. સંભવત: શુક્રવારની મોડી રાત્રે ગંગાને લઈને સુરતની ટીમ અત્રે આવી પહોંચશે. એટલે શનિવારના રોજ બપોર સુધી સેવિકા ગંગાને અત્રેની કો‌ર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવે એવી સંભાવના છે. નોંધનીય છે કે ગંગા એ જ સેવિકા છે જેને દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા પર વોચ રાખવા માટે નારાયણ સાંઇએ જ ખાસ ઉદેપુરથી બોલાવી હતી. જેથી ગંગા આ કેસમાં અનેક મહત્વની માહિ‌તી જાણતી હોવાની શંકા પોલીસને છે. નોંધનીય છે કે ધરપકડના વોરન્ટ ઇશ્યુ થયા બાદ આ પહેલી ધરપકડ છે. હજી બે સાધક અને ખુદ નારાયણ સાંઇ ફરાર છે.
સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ આશારામના પુત્ર નારાયણ સાંઇ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે નારાયણ સાંઇની શોધખોળ શરૂ કરી હતી અને આ સાથે જે કો‌ર્ટમાં સીઆપીસીની કલમ ૭૦ મુજબ નારાયણ સાંઇ, સેવિકા ગંગા ઉર્ફે ધર્મિ‌ષ્ઠા, જમના અને કૌશલ ઠાકુરના ધરપકડના વોરન્ટ ઇશ્યુ કરવાની અરજી પણ કરી હતી. કો‌ર્ટે આ અરજી મંજૂર કરી હતી અને ધરપકડના વોરન્ટ પણ ઇશ્યુ કરી દીધાં હતા. વોરન્ટ ઇશ્યુ થયાના બે અઠવાડિયાના ગાળામાં ગુરુવારે રાત્રે સુરત પોલીસે સેવિકા ગંગા ઉર્ફે ધર્મિ‌ષ્ઠાને ઉદેપુરથી ઝડપી પાડી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસની ટીમ ગંગાને લઈને શુક્રવારની મોડી રાત્રે સુરત પહોચી જશે એટલે શનિવારના રોજ તેને કો‌ર્ટમાં રજૂ કરાશે. પોલીસ ગંગાને કો‌ર્ટમાં રજૂ કરીને કયા ગ્રાઉન્ડના આધારે રિમાન્ડ માગે છે એ જોવું રહેશે.