• Gujarati News
  • યાર્ન કાપડ બજારમાં હજુ હોલીડે મૂડ

યાર્ન-કાપડ બજારમાં હજુ હોલીડે મૂડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
શહેરના યાર્નબજાર, કાપડબજારમાં હજુ હોલીડે મૂડ જોવા મળી રહ્યો છે.એક બે કલાક ઓફિસો કે દુકાનો ખુલે છે ગામગપાટા કરીને પછી વધાવી લેવામાં આવે છે. હજુ શહેરમાં વસ્તી જ નથી એટલે ધંધો કરવાનો હજુ મૂડ જામ્યો નથી.યાર્નબજાર, કાપડ બજાર કે ડાઇંગ મીલો હજુ સોમવારથી શરૂ થશે પણ તે પણ પ૦ ટકા જ ચાલુ થવાની ધારણા છે.રીઅલ એસ્ટેટમાં પણ અત્યારે આવો જ માહોલ છે.
કેટલાંક વેપારીઓએ શુક્રવારે પણ પુજન કર્યુ હતું.દિવાળીના વેકેશનમાં ફરવા ગયેલા લોકો હજુ શહેરમાં પરત આવ્યા નથી એટલે યાર્નબજારમાં હજુ વસ્તી દેખાતી નથી.ટેક્સટાઇલ માર્કેટની દુકાનોની પણ આવી જ હાલત છે, કેટલાંક વેપારીઓએ ગુરુવારે મૂર્હુત કરીને દુકાનો ચાલું કરી હતી, પણ કલાકમાં બંધ કરી દીધી હતી. હજુ બહારગામના વેપારીઓએ સુરત આવવાનું શરૂ કર્યુ નથી.ટેક્સટાઇલ માર્કેટની દુકાનો સોમવારથી ખુલશે ખરી, પણ બપોર પછી બંધ થઈ જશે. કાપડના વેપારીઓના કહેવા મુજબ પંદર તારીખ પછી જ રીંગરોડ પર રોનક જોવા મળશે. વિવીંગ એકમોમાં પણ આમ તો હોલીડે મૂડ જ છે પણ વિવીંગમાં કામદારો હજુ આવતા પંદરેક દિવસ નિકળી જશે. વિવ‌ર્સના એકમ ચાલુ થયા છે, પણ કલાક- બે કલાકમાં બંધ કરી દેવામાં આવે છે.ડાઇંગ હાઉસ હજુ શરૂ થયા નથી.રીઅલ એસ્ટેટમાં પણ મજુરો વતન ગયા હોવાથી ઓફિસ માત્ર ખોલવા પુરતી જ ખોલવામાં આવે છે.જરીઉદ્યોગમાં આ વખતે મંદીનો માહોલ અને આંધ્રપ્રદેશમાં વાવાઝોડાને કારણે રૂપિયા ફસાયા હોવાથી ૨૦ દિવસનું વેકેશન જાહેર કરાયેલું છે.