• Gujarati News
  • ટ્વિટરનો આઈપીઓ ૩૦ ગણો છલકાયો

ટ્વિટરનો આઈપીઓ ૩૦ ગણો છલકાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી . ન્યૂર્યોક
ટ્વીટરનો શેર ન્યૂર્યોક શેરબજાર ખાતે તેની શેરદીઠ ઇશ્યૂ પ્રાઇસ કરતાં ૭૩ ટકા ઊંચી કિંમતે લિસ્ટેડ થયો છે. કંપનીએ નક્કી કરેલી ૨૬ ડોલરની ઓફર સામે શેરનું લિ‌સ્ટંગ ૪પ.૧ ડોલરે થયું છે. જેના કારણે તેની વેલ્યૂ પણ ૨પ અબજ ડોલરે પહોંચી ગઇ છે. તેનો એવો અર્થ થાય કે કંપની ૭ કરોડ શે‌ર્સ વેચીને આશરે ૧.૮ અબજ ડોલર એકત્ર કરી શકે છે. ટ્વીટરનો આઇપીઓ ૩૦ ગણો છલકાઇ ગયો હોવાનું પણ કંપનીના બુક રન‌ર્સે જણાવ્યું છે. અમેરીકાના આઇપીઓ ઇતિહાસમાં ફેસબુકના
... અનુસંધાન પાના નં. ૮

૧૬ અબજ ડોલરના આઇપીઓ પછી ટ્વીટર બીજા ક્રમનો મોટો આઇપીઓ બની રહેશે. નિષ્ણાતો ટ્વીટરના શેરની ૧૨ માસની પ્રાઇસ રેન્જ ૨૯/પ૪ ડોલર વચ્ચેની રહેવાની ધારણા વ્યક્ત કરી રહ્યા છે. ન્યૂર્યોક સ્ટોક એક્સચેન્જ ખાતે ભારતીય સમય અનુસાર મોડી સાંજે લિસ્ટેડ થવા જઇ રહેલા આ શેરની કિંમત ૩૦ ડોલર આસપાસ ખુલે તેવી પણ નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે. ટ્વીટરે અગાઉ ફેસબુકે તેના આઇપીઓ વખતે આચરેલી સંખ્યાબંધ ભૂલોને અવગણવા પ્રયાસ કર્યો છે. ખાસ કરીને ફેસબુકના શેરનો ભાવ તેની ઓફર કિંમતથી ખાસ્સો નીચે ચાલી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને ટ્વીટરે ખાસ સાવચેતી રાખી છે.