• Gujarati News
  • લિંબાયતની રૂષીનગરમાં એક મકાનમાં રોકડા રૂપિયા ૨૧,પ૦૦ની ચોરી

લિંબાયતની રૂષીનગરમાં એક મકાનમાં રોકડા રૂપિયા ૨૧,પ૦૦ની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ, સુરત
લિંબાયતની રૂષીનગર સોસાયટીના એક મકાનમાં ખુલ્લી બારીની લોખંડની બંધ ગ્રીલ ખોલીને પ્રવેશી ગયેલા ચોર ઈસમે મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા મળી કુલે રૂપિયા ૨૧,પ૦૦ની મત્તા ચોરી કરી લઈ ગયા હતાં. લિંબાયત પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાધાકૃષ્ણ મંદીર પાછળ આવેલી રૂષીનગરના પ્લોટનંબર-૧૩૭ ખાતે રહેતા કિરણ જગન્નાથભાઈ શેટ્ટીના ઘરમાં ગત બુધવારના રોજ બપોરના ૩ વાગ્યાથી ૮ વાગ્યા દરમિયાન ખુલ્લી રહી ગયેલી બારીની બંધ લોખંડની ગ્રીલનો આંકડો ખોલીને કોઈ ચોરઈસમે ઘરમાં પ્રવેશી જઈ મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા ૨૧,પ૦૦ની મત્તા ચોરી કરી લઈ પલાયન થઈ ગયા હતાં. આ બનાવ અંગે કિરણભાઈએ લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એન.એસ.વસાવાએ તપાસ હાથ ધરી છે.