• Gujarati News
  • દ. ગુજરાતમાંથી ૬ લાખની વીજચોરી પકડાઈ

દ. ગુજરાતમાંથી ૬ લાખની વીજચોરી પકડાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજીલન્સ ટીમે ગુરુવારે ગામડાઓમાં ૨૨૬ સ્થળોએ કનેકશનની તપાસ હાથ ધરી હતી, જેમાંથી ૨૨ કનેકશન ગેરકાયદે ચાલતા હોવાનું ઝડપાઈ ગયું હતું. આ પેટે ડીજીવીસીએલે ૬.૧૦ લાખનો દંડ વસુલ કર્યો હતો. ડીજીવીસીએલના અધિકારીઓએ કહ્યું હતું કે ગુરુવારે કડોદરા, ઉન,પારડી,ચીખલી, નાના પોંઢા અને વાલિયા ગામે અધિકારીઓની ૧૦ ટીમ તપાસ માટે કામે લાગી હતી.સવારે ૯-૩૦ વાગ્યાથી સપાટો બોલાવાયો હતો, જે સાંજ સુધી ચાલ્યો હતો.કુલ ૨૨૬ કનેકશનની તપાસમાં ૨૨ જણાને ત્યાંથી વીજચોરી ઝડપાઈ હતી.