• Gujarati News
  • પોલીસના હેડકોન્સ્ટેબલ સાથે ઝીભાજોડી કરનાર ઉધનાના શખ્સ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ

પોલીસના હેડકોન્સ્ટેબલ સાથે ઝીભાજોડી કરનાર ઉધનાના શખ્સ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ, સુરત
ગુજરાત ગેસ સર્કલ પાસે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસના એક હેડકોન્સ્ટેબલ સાથે મોટરસાઈકલ ચાલક ઉધનાના યુવાને ઝીભાજોડી કરતા તેની સાથે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી જેલ હવાલે કરાયો હતો. શહેર પોલીસની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભાસ્કરભાઈ દેવચંદભાઈ બુધવારના રોજ સવારના ૯.૩૦ કલાકે અડાજણ વિસ્તારના ગુજરાત ગેસ સર્કલ પાસે ફરજ પર હાજર હતા ત્યારે બ્રિજેન્દ્ર ભગવાનરામ ચૌધરી ((રહે-જલારામનગર, ક્રૃષ્ણામુવ‌ર્સ ઉધના હરિનગર-૨)) પોતાની મોટરસાઈકલ પર રોગસાઈડ પરથી પસાર થતો હતો ત્યારે હે.કો.ભાસ્કરભાઈએ તેને પકડયો હતો. અને દંડની કાર્યવાહી કરતા તે અંગે બ્રિજેન્દ્રભાઈએ વિરોધ કરતા વાત વણસી ગઈ હતી. આ અંગે હે.કો.ભાસ્કરભાઈએ ફરજમાં રૂકાવટની ફરિયાદ કરતા બ્રિજેન્દ્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ બનાવ અંગે વધુ તપાસ એએસઆઈ બશીરખાને હાથ ધરી છે.