• Gujarati News
  • રક્તચંદનમાં હવે સુરત ડીઆરઆઇ સાઇડ ટ્રેક પરૃચ્ ’વાપી જીઆઇડીસીની બંધ યુનિટમાંથી રૂપિયા ૧૮ કરોડનુ

રક્તચંદનમાં હવે સુરત ડીઆરઆઇ સાઇડ ટ્રેક પરૃચ્/’વાપી જીઆઇડીસીની બંધ યુનિટમાંથી રૂપિયા ૧૮ કરોડનું રક્તચંદન ઝડપાયા બાદ અમદાવાદ, સુરત અને ભાવનગરની ડીઆરઆઇ ટીમે તપાસ આરંભી હતી. જો કે, તપાસના ચાર જ દિવસમાં દિવાળીની રજાઓ આવી જતાં તપાસ પર અસર પડી હતી. હવે જ્યારે આ કેસમાં ફરી એકવાર અધિકારીઓએ તપાસનો ધમધમાટ આગળ વધાર્યો છે. ત્યારે સુરતની ટીમે હવે અમદાવાદને રીપો‌ર્ટ કરવો પડે એવી સ્થિતિ સર્જાઈ છે. નોંધનીય છે કે સમગ્ર ઓપરેશન સુરત અને વાપીની ટીમે પાર પાડયો હતો. જો કે, હવે સુરત ડીઆરઆઇની ટીમે અમદાવાદથી મળતી માહિ‌તીના આધારે જ તપાસ કરવી પડે એમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે આ કેસમાં હજી સુધી ડીઆરઆઇ ૪૦ મેટ્રિક ટન રક્તચંદનનું સ્મગલિંગ કરનાર સુધી પહોંચી શકી નથી. ઉપરાંત અનેક કડીઓ હજી મળી શકી નથી. ડીઆરઆ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત

વાપી જીઆઇડીસીની બંધ યુનિટમાંથી રૂપિયા ૧૮ કરોડનું રક્તચંદન ઝડપાયા બાદ અમદાવાદ, સુરત અને ભાવનગરની ડીઆરઆઇ ટીમે તપાસ આરંભી હતી. જો કે, તપાસના ચાર જ દિવસમાં દિવાળીની રજાઓ આવી જતાં તપાસ પર અસર પડી હતી. હવે જ્યારે આ કેસમાં ફરી એકવાર અધિકારીઓએ તપાસનો ધમધમાટ આગળ વધાર્યો છે. ત્યારે સુરતની ટીમે હવે અમદાવાદને રીપો‌ર્ટ કરવો પડે એવી સ્થિતિ સર્જાઈ છે. નોંધનીય છે કે સમગ્ર ઓપરેશન સુરત અને વાપીની ટીમે પાર પાડયો હતો. જો કે, હવે સુરત ડીઆરઆઇની ટીમે અમદાવાદથી મળતી માહિ‌તીના આધારે જ તપાસ કરવી પડે એમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે આ કેસમાં હજી સુધી ડીઆરઆઇ ૪૦ મેટ્રિક ટન રક્તચંદનનું સ્મગલિંગ કરનાર સુધી પહોંચી શકી નથી. ઉપરાંત અનેક કડીઓ હજી મળી શકી નથી.

ડીઆરઆઇના સૂત્રોએ કહ્યું કે રક્તચંદનના કેસમાં હવે અમદાવાદની ટીમ આગળની કાર્યવાહી જોનાર છે. જેમાં સુરત અને ભાવનગર ડીઆરઆઈ તેને સપો‌ર્ટ કરશે. અગાઉ આ કેસમાં ત્રણેય ટીમ પેરેલલ તપાસ કરશે એવી માહિ‌તી અપાઈ હતી.