• Gujarati News
  • શોક બુધવારે સરથાણાનો જુવાન ડૂબી ગયો ને ગુરુવારે ફરી કરુણાંતિકા

શોક બુધવારે સરથાણાનો જુવાન ડૂબી ગયો ને ગુરુવારે ફરી કરુણાંતિકા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત-ભરૂચ
દિવાળી વેકેશનમાં ભરૂચના પ્રસિદ્ધ કબીરવડ ખાતે સહેલગાહે ગયેલા પુણાના પિતા-પુત્ર અને સરથાણાના બીબીએના વિદ્યાર્થી‍ એમ ત્રણના નર્મદા નદીમાં ડૂબી જતા મોત નિપજ્યા હતા. તહેવારના દિવસોમાં સર્જાયેલી આ કરૂણાંતિકાના કારણે પરિવારજનોના આંક્રદથી પુણાની રાજેશ્વરી સોસાયટીના રહીશોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પુણાગામની રાજેશ્વરી સોસાયટીમાં ૧૦ જેટલા યુવાનોના ગ્રુપ સાથે ગયેલા યુવાન રત્નકલાકાર અને તેમનો ૧૦ વર્ષી‍ય પુત્ર ગુરુવારે નર્મદા નદીમાં વહેણમાં ખેંચાઈ જતા ડૂબી ગયા હતાં તો બુધવારે સરથાણાનો યુવાન તેના નાનાભાઈ અને મિત્ર સાથે નર્મદા નદીના વમળમાં ફસાઈ જતાં તેનું ડૂબી જતા મોત નીપજ્યું હતું.
નર્મદા નદીના કિનારે આવેલા કબીરવડ ખાતે રાજ્યભરમાંથી પ્રવાસી ત્યાં સહેલગાહ અર્થે આવે છે. હાલમાં દિવાળી વેકેશન ચાલતું હોવાથી કબીરવડ ખાતે યાત્રિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સહેલાણીની ભારેભીડ વચ્ચે કબીરવડ ખાતે નર્મદા નદીમાં બે જુદા જુદા બનાવોમાં પુણાગામના પિતા-પુત્ર અને સરથાણાના યુવાન એમ ત્રણ નિર્દો‍ષના ડૂબી જવાથી મોત થયા હતા. પુણા-કુંભારિયા રોડ પર કારગીલ ચોક પાસે આવેલી રાજેશ્વરી સોસાયટીના ઘર નંબર-૧૭૪ ખાતે રહેતા મનુભાઈ દેવાણી મુળ અમરેલી તાલુકાના નાના ભંડેરિયા ગામના વતની છે. તેમના ત્રણ સંતાનો છે જે પૈકી ઘરનો સૌથી મોટો પુત્ર પ્રકાશએ ((૩પ)) તેની ૧૩ વર્ષી‍ય પુત્રી વૈદેહી અને ૧૦ વર્ષી‍ય પુત્ર જૈમીનને લઈ સોસાયટીના યુવાનોના ગ્રુપ સાથે કબીરવડ ખાતે જવાનો પ્રોગ્રામ ગોઠવ્યો હતો તેઓ ગુરુવારે સવારના ટેમ્પોમાં કબીરવડ ઉપડયા હતાં ત્યાં સવારે ૧૧ કલાકે નર્મદા નદીમાં બધા નાહવા માટે ઉતર્યા હતા. જોકે, નાહતી વખતે ઉંડા પાણી અને વહેણને લીધે પ્રકાશભાઈ અને તેના ૧૦ વર્ષી‍ય પુત્ર જૈમિન પાણીમાં ખેંચાઈ જતા ડૂબી ગયા હતાં. પુત્રી વૈદેહીની સામે જ પપ્પા અને ભાઈ નદીમાં ગરક થઈ ગયા.