• Gujarati News
  • આદિજાતિ યુવાનો માટે સ્કીલ ડેવલપમેન્ટ કેમ્પ

આદિજાતિ યુવાનો માટે સ્કીલ ડેવલપમેન્ટ કેમ્પ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત
આદિજાતિની પ્રજામાં પોતાની આગવી જીવનશૈલીને કારણે ખડતલ શરીર અને મજબૂત મનોબળ ઘરાવવાની લાક્ષણિકતાને પ્રોત્સાહન મળી રહે તેવા આશ્રયથી સુરત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ દ્વારા ૨૧ દિવસીય સ્કીલ ડેવલપમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડિસેમ્બર મહિ‌નામાં યોજાનારા આ કેમ્પ માટે ૩૧મી નવેમ્બર સુધી ભરી શકાશે. કેમ્પમા આદિજાતિના ૧૬ વર્ષથી નીચેની વયના ખેલાડીઓ કે જેઓ ખેલ મહાકુંભ, જિલ્લા શાળાકીય સ્પર્ધા અને જિલ્લા એસો. દ્વારા યોજાતી સ્પર્ધામાં વિજેતા થયા હોય તેઓ ભાગ લઈ શકશે. આ કેમ્પમાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, આર્ચરી અને એથ્લેટિક્સનો સમાવેશ થાય છે. ખેલાડીઓએ ફોર્મ ભરીને મજૂરાગેટ સ્થિત જિલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્ર પર પહોંચાડી દેવા જણાવાયું છે.