• Gujarati News
  • રવૈયા સસ્તા, બટાટાં મોંઘા ટામેટાના ભાવ આસમાને

રવૈયા સસ્તા, બટાટાં મોંઘા ટામેટાના ભાવ આસમાને

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
દિવાળી પછી સુરતમાં બટાટા અને ટામેટાના ભાવ બમણાં થઈ ગયા છે જયારે રિંગણા સહીતના શાકભાજીના ભાવ ઘટયા છે.દિવાળીના ખર્ચા પછી શાકભાજીના ભાવ વધવાને કારણે ગૃહિ‌ણીઓના બજેટ પર અસર થવા માંડી છે.વરસાદને કારણે બટાટા અને ટામેટાની આવક ઘટવાને કારણે ભાવ આસમાને પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.પંજાબના નવા બટાટા બજારમાં આવે પછી જ ભાવ ઘટશે એવું વેપારીઓનું કહેવું છે.
સામાન્ય રીતે દિવાળી પછી શાકભાજીની આવક પુષ્કળ રહેતી હોવાને કારણે ભાવ નીચા રહેતા હોય છે, પણ આ વખતે અન્ય શાકભાજીના ભાવ ઘટયા છે, પણ બટાટા અને ટામેટાના ભાવ સીધા બમણાંથી પણ વધારે થઈ ગયા છે.સુરતના રિટેલ શાકમાર્કેટમાં દિવાળી પહેલાં બટાટા ૧૦થી ૧પ રૂપિયે કીલો મળતા હતા તે આજે વધીને ૨પથી ૩૦ રૂપિયા કીલો પર પહોંચી ગયા છે.ટામેટાના ભાવ પણ દિવાળી પહેલાં ૨૦થી ૨પ હતા તે સીધા વધીને પ૦થી ૬૦ રૂપિયે કિલો પહોંચી ગયા છે.શાકભાજીના વેપારીઓએ કહ્યું હતું કે સુરતના બજારમાં બટાટા યુ.પી, દહેગામ અને ડીસાથી આવે છે. યુ.પીમાં તાજેતરમાં પુરને કારણે બટાટાની ખેતી સાફ થઈ હતી તો ઉત્તર ગુજરાતમાં પણ પાછોતરા વરસાદને કારણે બટાટાની ખેતી પર અસર થઈ હતી.ટામેટા સુરતમાં બોડેલી,કલોલ, કડી વગેરે વિસ્તારમાંથી આવે છે.ત્યાં પણ વરસાદની અસરને કારણે ટામેટાનો પાક લઈ શકાયો નહોતો.