• Gujarati News
  • ૨૪ કલાક પાણી, હવે કઈના નાણાંનો બાધ નહીં નડે

૨૪ કલાક પાણી, હવે કઈના નાણાંનો બાધ નહીં નડે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત
કતારગામ ઝોનમાં સમાવષ્ટિ નવા વિસ્તારમાં ચોવીસ કલાક પાણી સપ્લાયની સિસ્ટમમાં આઈ.સીના નાણાનો મુદ્દો અડચણરૂપ નહીં બની શકશે. કેમકે, પાલિકાએ આ ૨૪ કલાક પાણી આપવા માટે નક્કી કરેલી નવી નીતિમાં આઈ.સીના નાણાં નહીં ચૂકવાયા હોય તો પણ પ્રિમિયમ લઈને પાણીનું જોડાણ આપવા માટેની જોગવાઈ સામેલ કરી છે. સાથોસાથ જૂના જોડાણોને પણ દૂર કરીને ફરજિયાત નવા એમડીપીઈ પાઈપથી જોડાણ લેવા માટેનું નક્કી કરાયું છે.
કતારગામ ઝોનમાં સામેલ નવા વિસ્તારોને ૧લી જાન્યુઆરીથી ૨૪ કલાક પાણી મળશે. અલબત્ત, તેનો મીટર પ્રમાણે ચાર્જ ચૂકવવો પડશે. આ માટે બે મહિ‌નામાં પાણીના જોડાણ લઈને મીટર લગાવવા તાકીદ પણ કરી દેવાઈ છે અને પાલિકા દ્વારા ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ પણ અપાઈ ચૂક્યો છે, એટલું જ નહીં નળજોડાણ એક અઠવાડિયામાં જ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવીને કયા નીતિ-નિયમોને આધારે આ સિસ્ટમ ચાલશે, તે માટેની નવી પોલિસી પણ મંજૂર કરી દીધી છે. આ સિસ્ટમમાં લોકોને સૌથી મોટી રાહત આઈ.સીના નાણાંના મુદ્દે મળશે. પાણીનું કનેક્શન મેળવવા માગતા મિલકતદારો પાસે આઈ.સીના નાણાં ભર્યા હોવાનો આગ્રહ નહીં રખાશે. જોકે, આવા મિલકતદારોએ બીયુસી વિના પાણીનું જોડાણ લેવા માટેની જે નીતિમાં પ્રિમિયમના દર નક્કી કરાયાં છે, તે ભરવા પડશે.
અહીં નોંધનીય છે કે, શહેરભરમાં હજારો સોસાયટીઓને આઈ.સી((ઇન્ક્રીમેન્ટલ ચાર્જ))ના મુદ્દો કનડી રહ્યો છે. આઈ.સીના નાણાં નહીં ભરાય ત્યાં સુધી પાણી-ડ્રેનેજ અને રસ્તા જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નો અટકી પડયાં છે. પાલિકાએ જે તે મિલકતદારોની પાસે પ્રોપર્ટીટેક્સના બિલમાં આ રકમ જોડી દેવા માટેનો પેંતરો પણ અજમાવવાની પણ તજવીજ હાથ ધરી છે, ત્યારે આ ચોવીસ કલાક પાણી આપવા માટેની વ્યવસ્થાનો મહત્તમ લાભ લેવાય તે માટે પાલિકાએ આઈ.સી.ના નાણાંનો મુદ્દો સાઈડટ્રેક કરી દીધો છે.