• Gujarati News
  • બાળકોની દિવાળી કેવી ગઈ ૃચ્ ’પૂજાને ખબર જ નથી...

બાળકોની દિવાળી કેવી ગઈ ૃચ્/’પૂજાને ખબર જ નથી...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
છેલ્લા બે મહીનાથી મુંબઈની લીલાવતી હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલી સુરતની પૂજા સંચેતીની અને તેના પતિની દિવાળી તો હોસ્પિટલમાં જ ગઈ પણ તેના બાળકો પણ માતાની નાદુરસ્ત તબિયતને કારણે દિવાળી મનાવી શક્યા નહોતા.પૂજાને તો હજુ ખબર જ નથી બાળકો કયાં છે અને શું કરે છે. જો કે તેની હાલતમાં થોડો સુધારો થવાને કારણે પરીવારજનોને રાહત થઈ છે.
શહેરના વેસુ વિસ્તારમાં આવેલી મૂનલાઇટ રેસિડયન્સીમાં ૯ સપ્ટેમ્બર ગણેશ ચતૂર્થીના દિવસે સ્થાપનાની ઉજવણી કરાઈ રહી હતી ત્યારે એર્પામેન્ટના એક સભ્ય હરબસંલાલે પોતાની બંદુકમાંથી ફાયરિંગ કર્યુ તેને કારણે ગેલેરીમાં ઉભેલી પૂજા સંચેતીના માથામાં ગોળી ઘુસી ગઈ હતી.તે જ દિવસે રાત્રે પૂજાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.૯ સપ્ટેમ્બરના દિવસથી પુજા બેહોશ હતી અને તેનો અવાજ પણ બંધ થઇ ગયો હતો અને હાથ પગ પણ પેરેલાઇઝડ થઈ ગયા હતા.પૂજા સંચેતીના પતિ લલિત ટેક્સટાઇલના વેપારી છે, પણ પત્નીની સારવાર માટે બે મહીનાથી લીલાવતીમાં જ રહે છે.એક માણસની ભુલને કારણે પરિવારનો ધંધો અને માનસિકતા હાલત બધુ ખોરવાઈ ગયું છે. પૂજાના બે પુત્રો આશિષ અને અનુજને શાળામાં દિવાળીનું વેકેશન પડી ગયું છે, પણ માતા હોસ્પિટલમાં હોવાને કારણે તેઓ દિવાળીની ઉજવણી પણ કરી શક્યા નહોતા.પુજાના ભાઇઓએ કહ્યું હતું કે દર વખતે અમે ભાઈબીજ પૂજા સાથે જ મનાવીએ છીએ, પણ આ વખતે અમે મુંબઈ તેની પાસે ગયા હતા, પણ હજુ તે કોઈને ઓળખી શકતી નથી. જો કે સારી વાત એટલી છે કે હવે તેના હાથ પગમાં મૂવમેન્ટ આવી છે અને અવાજ પણ કામ કરતો થઈ ગયો છે.