તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • એકની એક બહેનનો ફાંસો ખાઈને આપઘાત

એકની એક બહેનનો ફાંસો ખાઈને આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. કામરેજ
લસકાણામાં શામળા રો-હાઉસમાં ઘર નં. ૧૧૪માં રહેતી ૧૮ વર્ષી‍ય યુવતી રવિનાબેન ધનજીભાઇ ગજેરા ((મૂળ. ચુડા, તા. ભેંસાણ. જી. જુનાગઢ )) એ છેલ્લા બે વર્ષથી સતત શ્વાસની બિમારી રહેતી હોવાના કારણે કંટાળીને ૬ નવેમ્બરના રોજ સવારે ૧૧ કલાકના અરસામાં સવારના સમયે છત સાથે શાલ બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવતીને શ્વાસની તકલીફ મટાડવા માટે પરિવારે દવા પણ શરૂ કરી હતી પણ તેને સારું થઇ જતું અને ફરી પાછી તે જ સ્થિતિ બની જતી હતી. જેથી સવારના સમયે ઘરના સભ્યો બહાર ગયા હતા ત્યારે યુવતીએ આંત્યંતિક પગલું ભરી લીધું હતું. લાશને પીએમ અર્થે પરિવારજનો દ્વારા સ્મીમેર ખાતે ખસેડવામાં આવી હતી. યુવતી બે ભાઇ અને માતા પિતા સાથે રહેતી હતી. બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા ધનજીભાઈ ગજેરાની આ એકની એક દીકરી હતી. બનાવ અંગે વધુ તપાસ કામરેજ એએસઆઇ પ્રકાશભાઇ સુખારામ કરી રહ્યા છે.