તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વરાછાના બાઇકસવાર દંપતિને ટેમ્પાએ ટક્કર મારતા પત્નીનું મોત

વરાછાના બાઇકસવાર દંપતિને ટેમ્પાએ ટક્કર મારતા પત્નીનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુણા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ લંબેહનુમાન રોડ ત્રિકમ નગર-૨ સ્થિત ક્રિષ્ના એપા‌ર્ટમેન્ટ ખાતે રહેતા કૈલાશ ગણપતલાલ ખંડેલવાલ ((શર્મા)) દિવાળીના દિવસે ખરીદી અર્થે બપોરના સુમારે પત્ની મંજુબેન સાથે પોતાની મોટર સાઈકલ ઉપર નીકળ્યા હતાં. તેઓ સુરત-કડોદરા રોડ પર સારોલી બસ સ્ટેન્ડની સામેના રોડ પરથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે એક આઇસર ટેમ્પો નંબર-એમએચ-૨૭-એક્સ-૩૯૦૬ના ચાલકે પુરપાટ ઝડપે ટેમ્પો હંકારી પાછળથી શર્મા દંપતિને અડફેટમાં લઈ લેતા અકસ્માત સર્જા‍યો હતો. જે અકસ્માતમાં પત્ની મંજુબેન પર ટેમ્પાનું વ્હીલ ફરી વળતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તો પતિ કૈલાશભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી.
બનાવની જાણ પુણા પોલીસને થતા લાશને પોસ્ટમો‌ર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. અને કૈલાશભાઈની ફરિયાદને આધારે ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ ક્ર્યો હતો. બનાવ અંગે પીએસઆઈ એસ.આર.નિનામાએ તપાસ હાથ ધરી છે.