તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બેડરૂમના ખુલ્લા દરવાજામાંથી પ્રવેશી ચોર પ૧હજારના ઘરેણાં ચોરી ગયો !

બેડરૂમના ખુલ્લા દરવાજામાંથી પ્રવેશી ચોર પ૧હજારના ઘરેણાં ચોરી ગયો !

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ લંબેહનુમાન રોડની વર્ષા સોસાયટી વિભાગ- ૧, ઘર નંબર-૧૧૪-૧૧પ પહેલા માળે રહેતા રાકેશભાઈ જયંતિભાઈ બાળધા ((૨પ)) મુળ અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના વતની છે. બુધવારના રોજ નવા વર્ષના દિવસે તેના પહેલા માળે બેડરૂમના ખુલ્લા રહી ગયેલા દરવાજા વાટે ચોર પ્રવેશી જઈ રૂમના કબાટમાંથી ખોલી તેમાંથી સોનાનું મંગળ સુત્ર, ૩પ ગ્રામનું કિંમત રૂપિયા પ૦ હજાર તેમજ ચાંદીના પાયલ નંગ બે ૩૦ ગ્રામના મળી પ૧,પ૦૦ની મત્તા ચોરી કરી લઈ ગયો હતો.
બપોરના સુમારે રાકેશભાઈ બહાર ગયા હોવાથી પરત ફરતા સામાન વેરવિખેર જણાતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. તેમણે ચોરીની વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એસ.વી.વસાવાએ તપાસ હાથ ધરી છે. દિવાળી ટાણે જ વરાછા-કતારગામમાં ચોરીનો સિલસિલો શરૂ થઈ જતા આ વિસ્તારોમાં પોલીસની જવાબદારી વધી ગઈ છે.