તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધારાસભ્યો મત વિસ્તારમાં સ્નેહમિલન સમારંભો યોજશેૃચ્ ’

ધારાસભ્યો મત વિસ્તારમાં સ્નેહમિલન સમારંભો યોજશેૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . ગાંધીનગર
આગામી લોકસભા ચૂંટણીના પગલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સંગઠનના નેતાઓ અને ધારાસભ્યોને દિવાળીના તહેવારો દરમિયાન વધુ ને વધુ લોકસંપર્ક કરવાની સૂચના આપી હોવાથી મોટાભાગના ધારાસભ્યો પોતાના વિસ્તારમાં સ્નેહમિલન કાર્યક્રમોના આયોજનમાં પરોવાઇ ગયા છે. આ વખતે મોટાભાગના ધારાસભ્યોએ પરિવાર સાથે ફરવાના સ્થળોએ રજા મનાવવાનું રદ કર્યુ છે. દિવાળીના તહેવારો દરમિયાન એકબીજાને મળીને શુભેચ્છા પાઠવવાની પરંપરાને અનુસરીને મોટા પાયે સ્નેહ મિલન સમારોહના આયોજન ધારાસભ્યો દ્વારા પોતના મત વિસ્તારમાં કરવામાં આવી રહ્યા છે. દિવાળી બાદ દેવદિવાળી સુધીના દિવસોમાં આ પ્રકારના સમારોહ યોજાશે. વિવિધ સમાજ અને વર્ગોના સમારોહમાં ધારાસભ્યો અને પાર્ટીના નેતાઓ હાજરી આપશે.