તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અર્થતંત્રના સુધારાનો લાભ ૃચ્ ’બેન્કિંગ, ઓટો અને ફાર્માને

અર્થતંત્રના સુધારાનો લાભ ૃચ્/’બેન્કિંગ, ઓટો અને ફાર્માને

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલીપ. દેસાઈ
સેન્સેકસ ઓલટાઇમ હાઇ થઇ ગયો છે. નિફટીમાં ૬૩૦૦નું પ્રતિકારક ક્રોસ થાય તો ૬૩પ૦થી ૬૪૦૦નું લક્ષ છે. નવા સંવત વર્ષમાં ૬૯૦૦થી ૭૯૦૦ સુધી વૃદ્ધિની ગણતરી છે. હાલ ૬૦૨૦ અને પ૯૩૦ અગત્યના મીડિયમ ટર્મ સપો‌ર્ટ છે અને પ૭પ૦ લોંગટર્મ સપો‌ર્ટ છે. સેન્સેકસમાં સંવત ર૦૭૦માં ૨૧૩૦૦ ઉપર ૨૨પ૦૦ અને બાદ ૨પ૦૦૦ સુધીની શકયતા છે. જયારે હવે ૨૦૭પ૦ નીચે ૨૦૧૦૦ અને ૧૯પ૦૦ નજીકના સપો‌ર્ટ છે. દૂરના મહત્ત્વનો સપો‌ર્ટ ૧૮પ૦૦ છે. નવા સંવત વર્ષમાં ચૂંટણી છે. કોઇપણ પક્ષ સારી બહુમતીથી આવશે તો સ્થિર સરકારની સ્થિતિમાં વધુ વિદેશી રોકાણ આવી શકે છે.
રોકાણકારોએ આ વખતની તેજીમાં ફાર્મા આઇટી બેન્કિંગ, ઓટોક્ષેત્રના પસંદગીના શેરો ખરીદવાની સલાહ છે. ફેબ્રુઆરીમાં આચારસંહિ‌તા અમલમાં આવશે તો બજેટ નવી લોકસભાના નાણામંત્રી જૂન- જુલાઇમાં લાવશે તેવી સંભાવના છે.
તાતા મોટર : ચાલુ વર્ષના અંતમાં વેચાણ ૨૦થી ૨પ ટકા વધવાની સંભાવના છે. એનપીએમ સુધરી રહી છે. પીઇ રેશિયો ૧૨૯ ઇપીએસ ૨.૯૨ બુકવેલ્યુ ૭૨ નોંધાયેલ છે. શો‌ર્ટટર્મ લક્ષ ૪૧૦ છે જયારે લોંગટર્મમાં ૪૧૦ ઉપર ૪૪પ થી ૪પ૦ ટાર્ગેટ છે.
પંજાબ નેશનલ બેંક : સરકારી બેંકમાં આ બેંક અગ્રણી છે અને નફાની વધુ ક્ષમતા ધરાવે છે. કંપનીના શેરની ઇપીએસ ૧૩પ પીઇ ૩.૭૦ બુકવેલ્યુ છે. ડિલિવરી ધોરણે ખરીદ કરવા અને છ મહિ‌ના જાળવવા ૬૦૦થી ૬ર૦નો ભાવ મળવાની તક છે. હાલ ૪૮૦ અને ૪૭૦ મહત્ત્વના નજીકના સપો‌ર્ટ છે. જયારે લોંગટર્મ સપો‌ર્ટ ૪પપ છે.