તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મગફળીમાં ટેકાના ભાવથી ખરીદીની રૂખે સિંગતેલમાં તેજી

મગફળીમાં ટેકાના ભાવથી ખરીદીની રૂખે સિંગતેલમાં તેજી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . રાજકોટ
દિવાળી પૂર્વે સિંગતેલમાં એકધારી તેજી જોવાઇ રહી છે. આજે સતત ચોથા દિવસે ડબે રૂ.૧૦નો ભાવવધારો થયો હતો. મિલ‌ર્સની ઊંચા મથાળે છાપાછાપી અને સરકારની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે તેની પાછળ તેલના ભાવ સતત વધી રહ્યા છે. કપાસિયા અને પામોલિનમાં એકંદરે ટકેલું વલણ હતું. સાધારણ કામકાજ વચ્ચે પણ એરંડા વાયદામાં તેજીની ચાલ જોવા મળી હતી.
સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી સિંગતેલમાં તેજીની ચાલ જોવાઇ રહી છે. યા‌ર્ડ‌ ગઇકાલથી બંધ થઇ જતાં મગફળીની મળતર ઓછી છે તેની સામે લાભ પાંચમથી સરકાર ટેકાના ભાવે ખરીદી શકશે તેની અસરરૂપે બજારમાં તેજી જોવાઇ રહી છે. આજે સૌરાષ્ટ્રમાં સિંગતેલ અને કપાસિયા તેલમાં ૨પ-૩૦ ટેન્કરના કામકાજ હતા. સિંગતેલ લુઝ રૂ.૨પ વધી રૂ.૮૯પ-૯૦૦, તેલિયા રૂ.૩૮ વધી રૂ.૧૩૯૦-૧૩૯૧, નવા ટીન ૧પ કિલો રૂ.૧૦ વધી રૂ.૧પ૧૦-૧પ૧પ અને અમદાવાદ લેબલ ટીન રૂ.૧પ૭૦-૧પ૮૦ના ભાવે હતું. કપાસિયા વોશ રૂ.પાંચ ઘટી રૂ.૬૬૦-૬૬૩ કપાસિયા ટીન રૂ.૧૧૮પ-૧૧૯પ, અમદાવાદ કપાસિયા નવા ટીન રૂ.૧૨૧૦-૧૩૧૦ અને પામોલિન રૂ.૯૮પ-૯૯૦ના સ્તરે હતું. રાજકોટ ખાતે મગફળીના રૂ.૭૭પ-૮પ૦ અને જામનગર ખાતે મગફળીના રૂ.૭૦૦-૮પ૦ના ભાવ હતા. સિંગતેલના જી ર પ૦-૬૦ કાઉન્ટના ટન દીઠ રૂ.૬૬,પ૦૦ અને જી ર ૮૦-૯૦ કાઉન્ટના રૂ.૬૨,પ૦૦ હતા.
સપ્તાહના છેલ્લા દિવસે બહુ મર્યાદિત કામકાજ વચ્ચે પણ સ્થાનિક એરંડા વાયદામાં નોંધનીય વધઘટ થઇ હતી. દિવાળી નિમિત્તે રજા હોવાથી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એરંડાની આવક ન હતી. રાજકોટ ડિસેમ્બર એરંડા વાયદો રૂ.૭૯ વધી ૩૮૧૩ના મથાળે જોવા મળ્યો હતો.