તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આ દોર ખાનગી જીવન અને વર્ક લાઇફને અલગ રાખવાનો નથી

આ દોર ખાનગી જીવન અને વર્ક લાઇફને અલગ રાખવાનો નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેન્ડી જુકરબર્ગ
ફેસબુકના સ્થાપક માર્ક જુકરબર્ગની બહેન રેન્ડી જુકરબર્ગ માને છે કે સોશ્યલ નેટવર્કિંગના દોરમાં ખાનગી જીવનના કેટલાક ભાગોને ઓફિસ સહયોગીઓ સાથે શેર કરવામાં કોઇ વાંધો નથી. એ જુકરબર્ગ મીડિયાની સંસ્થાપક સીઇઓ છે. તેમણે ૨૦૧૩માં પ્રકાશિત પોતાના પુસ્તક - ડોટ કો‌મ્પ્લિકેટેડ- અનટેંગલિંગ અવર વાય‌ર્ડ‌ લાઇવ્સ-માં એવું પણ લખ્યું છે કે આપણે સોશ્યલ મીડિયા સાથે જોડાયેલી નવી દુનિયાનો કોઇ પણ પ્રકારના ખચકાટ વગર સ્વીકાર કરવો જોઇએ. પુસ્તકના કેટલાક અન્ય મુદ્દાઓ પર ધ્યાન આપો.
@ બે વર્ષ પહેલા જ્યારે મારો પુત્ર એશરનો જન્મ થયો ત્યારે મેં વિચાર્યું કે હું ફેસબુક પર પોતાનો અને પુત્રનો ફોટો મૂકીશ નહીં. મારા બધા મિત્ર બાળકને જોવા માગતા હતા. બીજીબાજુ એક સહયોગીએ તો સ્પષ્ટ કહ્યું, પોતાની પ્રોફેશનલ પ્રતિષ્ઠાને જાળવી રાખવા માટે મારે એશરના ફોટા પોસ્ટ કરવા જોઇએ નહીં.
@ મારા મંતવ્ય મુજબ એવું વિચારવાનું ખોટું છે. સંપૂર્ણ રીતે પ્રોફેશનલ થઇ જવું યોગ્ય નથી. આ વખતે કર્મચારીઓ વચ્ચે બે પ્રકારની પેઢીઓ વ્યક્તિની ઓળખ વિશે એક-બીજાથી વિપરીત રીતે વિચારે છે. સ્મા‌ર્ટ ફોન યુગ પહેલાના એક્ઝિક્યુટિવ એવું પ્રોફેશનલ વ્યક્તિત્વ ઇચ્છે છે જેનો ખાનગી જીવન સાથે ટકરાવ ન થાય.
@ સોશ્યલ નેટવર્કના દોરની પેઢી એવું કરી શકતી નથી. ભવિષ્યના બિઝનેસ લીડ‌ર્સનું વ્યક્તિત્વ ત્રિસ્તરીય હશે. ઓફિસ બહારનું તેમનું જીવન, રૂચિઓ, શોખ અને ભાવનાઓ લોકોની સામે હશે.
@ ઇન્ટરનેટના યુગમાં પ્રોફેશનલ થવાનો અર્થ બદલાઇ ગયો છે. એ સમય ગયો જ્યારે વ્યક્તિગત ઓળખને પોતાના સહયોગીઓથી ગુપ્ત રાખવામાં આવતી હતી.
@ રિસર્ચથી જાણવા મળે છે કે ફેસબુક પર પોતાના સહયોગીઓને વ્યક્તિગત માહિ‌તી નહીં આપનારા લોકો ઓફિસમાં એ લોકોથી ઓછા લોકપ્રિય રહે છે, જેઓ પોતાની ખાનગી વાતો શેર કરે છે.
@ પેનસિલ્વાનિયા યુનિવર્સિ‌ટીના વ્હા‌ર્ટન સ્કૂલના સંશોધકોનો નિષ્કર્ષ છે, પોતાના ઓફ લાઇન અને ઓનલાઇન જીવનને ભેગું કરવા અને ખાનગી માહિ‌તીઓ શેર કરનારા લોકોને સારા કર્મચારી ગણવામાં આવે છે.
@ કરિઅર દરમિયાન આપણે ઓનલાઇન પોતાના વિશે વધુ વિગતો આપીશું, તેથી આપણે પોતાના સહયોગીઓ વિશે કોઇ પણ પ્રકારની માહિ‌તી શોધીકાઢવા અંગે વધુ સહનશીલ થવાની જરૂર છે.