તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આવી રીતે બદલી નેટ ફ્લિક્સની તસવીર

આવી રીતે બદલી નેટ ફ્લિક્સની તસવીર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિક્ટર લુકરસન
સ્ટ્રીમિંગ મીડિયા કંપની નેટફ્લિક્સના શેરોને ઓક્ટોબરનાં છેલ્લા સપ્તાહમાં લાંબી છલાંગ લગાવી. તેના શેરોનું મૂલ્ય ગયા વર્ષની સરખામણીમાં પાંચ ગણુ વધી ગયું. વિશ્વમાં કંપનીના ચાર કરોડથી વધુ સબસ્ક્રાઇબર છે. તેના અમેરિકામાં બે કરોડ ૯૯ લાખ ગ્રાહકો છે. વાસ્તવમાં, પોતાની સેવાની લોકપ્રિયતા વધારવા માટે લોસ ગેટોસ, કેલિફોર્નિ‌યા સ્થિત કંપની પહેલાં કન્ટેન્ટ માટે બીજા પર નર્ભિર હતી. તે ખૂબ જ મોંઘા કન્ટેન્ટ ખરીદતી હતી. હવે તે પોતે કાર્યક્રમ બનાવે છે. ચાલુ વર્ષે કન્ટેન્ટ કરીદવા માટે ૨.પ અબજ ડોલર ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમાં ૧પ કરોડ ડોલર તો નેટફ્લિક્સના ઓરેન્જ ઇઝ ધ ન્યુ બ્લેક અને હાઉસ ઓફ કાડ્‌ર્સ જેવા કાર્યક્રમો પર ખર્ચાય છે.
અમેઝોન, હુલુ અને યુ ટયૂબ પણ એવું કરી રહ્યા છે. સીઇઓ રોડ હોસ્ટિંગસ માને છે કે આ કાર્યક્રમોના કારણે નેટફ્લિક્સની સ્થિતિમાં સુધારો થયો છે. હાઉસ ઓફ કાડ્‌ર્સ સપ્ટેમ્બરમાં પ્રાઇમ ટાઇમ એમી એવો‌ર્ડ‌ જીતનારો પહેલો ઓનલાઇન કાર્યક્રમ છે. ઓરેન્જ ઇઝ ધ ન્યુ બ્લેક ચાલુ વર્ષના અંત સુધી નેટફ્લિક્સની સૌથી વધુ દેખાતો કાર્યક્રમ બની જશે. બે વર્ષ પહેલાં નેટફ્લિક્સને જોરદાર ફટકો લાગ્યો હતો. ભાડા પર ડીવીડી આપવાની તેની યોજનાને સબસ્ક્રાઇબરે પસંદ ન કરી.