તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અંબાણીની પાર્ટીમાં ગઠિયો પકડાયોૃચ્ ’

અંબાણીની પાર્ટીમાં ગઠિયો પકડાયોૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ નેટવર્ક. ભોપાલ/જોધપુર
જોધપુરની જે હોટેલમાં નીતા અંબાણીના જન્મદિવસની ભવ્ય પાર્ટીમાં હાજરી આપવા માટે જે મહેમાનો રોકાયા હતા જ્યાં જ એક ગઠિયો પણ રોકાયો હતો. અમિત સોની નામના આ શખ્સને શુક્રવારે ઝડપી લેવાયો હતો. અમિત મધ્યપ્રદેશમાં બોગસ કોમોડિટી બજાર ચલાવવાના કૌભાંડમાં સૂત્રધાર છે.
જોધપુર પોલીસથી તેની ધરપકડની માહિ‌તી મળતા તેને લેવા માટે મધ્યપ્રદેશ પોલીસના સાઈબર સેલની ટીમ રવાના થઈ છે. મધ્યપ્રદેશના સાઈબર સેલના એડીજી અશોક દોહરેના જણાવ્યા અનુસાર વીવીઆઈપી અને વીઆઈપીની ઉપસ્થિતિના કારણે જોધપુરની હોટેલોમાં તપાસ ચાલી રહી હતી.
આ દરમિયાન પોલીસે થ્રી સ્ટાર હોટેલમાં રોકાયેલા સોનાને પણ જોધપુરમાં આવવા અંગે પૂછપરછ કરી હતી. કોઈ ચોક્કસ જવાબ ન મળતા પોલીસે તેની ધરપકડ કરી હતી.