તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગલગોટાવાળાની દિવાળી બની, ભાવ ~૮૦ના કિલો

ગલગોટાવાળાની દિવાળી બની, ભાવ ~૮૦ના કિલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
દિવાળીના દિવસોમાં તમામ ચીજ વસ્તુના ભાવમાં સરેરાશ વધારો થતો હોય છે પરંતુ ફૂલના ભાવ પ્રતિ વર્ષે લગભગ ડબલ થઇ જતા હોય છે. ખાસ કરીને ગલગોટાના પીળા ફૂલની ડિમાન્ડ ખુબ મોટા પ્રમાણમાં રહેતી હોવાને કારણે શહેરીજનોને આ ભાવ વધારો આપવાની ફરજ પડે છે. છુટક બજારમાં તો ગલગોટાના ફૂલ મેળવવા માટે દિવાળીના તહેવારોમાં રીતસર લાઇન લગાવવી પડે છે.
દિવાળીના તહેવારોમાં ચોપડા પૂજન અને આસોપાલવના કે આંબાના પાન સાથે તોરણ બનાવવામાં ગલગોટાના ફૂલનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. ધન તેરસના દિવસથી શરૂ થતી દિપાવલીની પૂજામાં ગલગોટાના ફૂલનું વિશેષ મહત્વ છે. શહેરના એપીએમસી માર્કેટ અને વરાછા એ કે રોડ પર પટેલ નગર રેલવે ઓવર બ્રીજ નીચે આવેલા ફૂલ બજારમાં સામાન્ય દિવસોમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી સરેરાશ ૧૦૦ ટ્રક ફૂલ ઠલવાય છે પરંતુ દિવાળીના તહેવારોમાં ડિમાન્ડ વધવાના કારણે છેલ્લા ચાર પાંચ દિવસથી ડિમાન્ડ વધી ગઇ છે. ગલગોટાના ફૂલની ડિમાન્ડ વધવાને કારણે હાલમાં શહેરમાં અંદાજે ૧પ૦ જેટલી ટ્રક ઠલવાઇ રહી છે.
ફૂલ બજારમાં ગલગોટાના જથ્થાબંધ ભાવ પણ સામાન્ય કરતા વધારે લેવામાં આવે છે. તેની સામે છુટક બજારમાં લારીઓ ઉપર ગલગોટાના ફૂલ વેચનારાઓ દ્વારા લગભગ ડબલ ભાવ કરીને વેચાણ કરવામાં આવે છે. દિવાળીના દિવસે આ ભાવ ૧૦૦ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.