તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અંધશ્રદ્ધા સામે જાગૃતિ : વરાછામાં કાળીચૌદશના દિવસે ચાર રસ્તા પર મૂકાતા વડાં, થેપલા, ભજિયાં મૂકના

અંધશ્રદ્ધા સામે જાગૃતિ : વરાછામાં કાળીચૌદશના દિવસે ચાર રસ્તા પર મૂકાતા વડાં, થેપલા, ભજિયાં મૂકનારની સામે જ ખવાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની જનતા માટે આ અભિયાન ફાયદાકારક
આ આયોજનથી પ્રભાવિત થઇ અમે જોડાયા હતા. ચાર રસ્તા પર અન્ન ન ફેંકી કોઇ ગરીબના પેટમાં રોટલો જાય તેવા હેતુથી અમે આ અભિયાનમાં જોડાયા છીએ. અનાજનો વેસ્ટ કરવો તેના કરતાં સમજણપૂર્વક તેને ટોપલીમાં ભરી લઇ ગરીબોને વહેંચીને પુણ્યનું કામ થઈ શકે છે. શહેરની જનતા પણ આ રીતે સમજે તો ઘણાબધા અનાજનો બગાડ થતો અટકે તેમ છે.
અરવિંદ લિંબાચિયા, ખજાનચી, સ્વામીનારાયણ સોસાયટી-પુણા
હવેથી અનાજ નહીં ફેંકીએ
અમે આ પ્રકારે રસ્તા પર અનાજ મૂકીને જતાં રહીએ ખરેખર તો તેનાથી વેસ્ટ જ થતો આવ્યો છે, પણ હવેથી અમે આવી રીતે ચાર રસ્તા પર ફેંકેલા અનાજને બાલદીમાં ભરી લઇશું અને અંધ શ્રદ્ધા અને ગેરમાન્યતાથી થતા નુકસાનને બચાવીશું.
ભાનુબેન ડોબરીયા, છીતુનગર-પુણા