તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વરાછા રેલવે ગરનાળા પાસે ગેરકાયદે ૃચ્ ’બે માળનું બાંધકામ દૂર કરાયું

વરાછા રેલવે ગરનાળા પાસે ગેરકાયદે ૃચ્/’બે માળનું બાંધકામ દૂર કરાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછા ઝોનના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિ‌તી અનુસાર વરાછા મેઈન રોડ પર ગેરકાયદે ટી.પી. સ્કીમ નંબર ૪ અશ્વિનીકુમાર-નવાગામના ફા.પ્લોટ નંબર ૨૬૨/અ, સર્વે નંબર ૧૮પ૯, ૧૮૬૧, ૧૮૭૪ થી ૧૮૭૭ તથા ૧૮૬૯ થી ૧૮૭૩ પૈકીમાં રેલવે ગરનાળા નજીક રેલવે પ્રિમાઇસિસને લાગુ એક જુના મકાનના હયાત બેઝમેન્ટ અને ભોંયતળિયાની ઉપર બીજા તથા ત્રીજા માળનું માર્જીન કવર કરીને ગેરકાયદે બાંધકામ ચણાતુ હતું.
આ અંગેની માહિ‌તી મળતા ડે.કમિશનર સ્પેશ્યલ પ્રદિપસીંહ ઝાલાની સુચનાથી વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેર આર.વી.ગામીત તથા શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાએ સિક્યોરિટી સ્ટાફ સાથે બાંધકામવાળા સ્થાને પહોંચી જઈને સવારે ડિમોલિશન હાથ ધરી આશરે ૨ હજાર ચો.ફૂટ વિસ્તારનુ ગેરકાયદેસરનું આરસીસી સ્લેબ, ચણતર સહિ‌તનું બાંધકામ તોડી પાડયું હતું. બાંધકામ કરાવનારાઓએ શરૂઆતમાં વરાછા ઝોનની કામગીરી અટકાવવા પ્રયાસ ક્ર્યો હતો પરંતુ તેઓ સફળ રહ્યા ન હતા. જોકે આ ગેરકાયદે બાંધકામ બાબતે વરાછા ઝોન દ્વારા નોટિસ આપવામાં આવી હતી છતાં ગેરકાયદે બાંધકામ તાણી દેવાતાં આખરે ડિમોલિશન કરાયું હતું. દિવાળી સમયે જ બાંધકામ તૂટતા દોડઘામ મચી ગઈ હતી. ને તેને અટકાવવા પ્રયત્નો થયા હતા.