તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જમીન કૌભાંડમાં ચીમન પટેલ જેલના હવાલે

જમીન કૌભાંડમાં ચીમન પટેલ જેલના હવાલે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: વેસુની જમીનમાં ખોટી એન્ટ્રી કરીને મૃત વ્યક્તિને જીવીત બતાવીને આચરાયેલાં કૌભાંમાં સાક્ષી એવા ચીમન કીકા પટેલને આજે જેલના હવાલે કરી દેવાયો હતો. તપાસકર્તા અધિકારીઓએ આજે ચીમન કીકા પટેલના રીમાન્ડ માંગ્યા નહતા.
વેસુની સરવે નંબર ૧૧૬-૧માં આદિવાસી વિધવા છીતલીબેન ભૂલિયાના બોગસ વીલ ઊભા કરીને જે કૌભાંડ આચરવામાં આવ્યું હતુ તેમાં ચીમન કીકા પટેલ સાક્ષી હોવાથી ગઈકાલે જ તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તપાસકર્તા અધિકારીઓ દ્વારા તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી. જો કે, આજે તેના રીમાન્ડ ન માંગવામાં આવ્યા હોવાનું તપાસકર્તા અધિકારીએ જણાવ્યું હતું. જેથી ચીમન કીકા પટેલને સબજેલ મોકલી અપાયો હતો. નોંધનીય છે કે અગાઉ તત્કાલિન વેસુના તલાટી મોહન કાપડિયાની પોલીસે ધરપકડ કરી હતી.