તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભીમ હિ‌ડંબાના લગ્ન થયેલા એ મંડપ હજી પણ ત્યાં છે

ભીમ-હિ‌ડંબાના લગ્ન થયેલા એ મંડપ હજી પણ ત્યાં છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર સુરત
આમ તો જ્યારે ટુર પર જવા માટે પ્લેસનું સિલેકશન કરવામાં આવે ત્યારે આબુ, સિમલા,કશ્મીર અને કેરલ જેવા સ્થળો ટોપ પર આવે છે, પણ અમારા ગ્રુપમાં પ્લેસ સિલેક્ટ કરવાના એલિમેન્ટ થોડા અલગ છે. અમારા ગ્રુપમાં પહેલેથી જ હેરિટેજ લિસ્ટમાં જાણીતા ન હોય એવા અથવા તો ઓછી જાણીતી જગ્યાઓની મુલકાત લેવાની ફર્સ્ટ પ્રાઓરિટી હોય છે, જેથી ગયા શિયાળામાં અમે આવી જ એક ઓછી જાણીતી જગ્યાની મુલાકાત લીધી. અમે સૌરાષ્ટ્રના જંગલોની વચ્ચે શાણાં વાકિયા’ નામના એક ગામ વિશે માહિ‌તી મેળવી અને કાર લઇને પહોંચી ગયા શાણાં વાકિયા..!!
એકચ્યુલી વાંકિયા ગામથી શાણાં નામનો ડુંગર વિસ્તાર શરૂ થાય છે. આ જગ્યા એટલા માટે ઇન્ટરેસ્ટીંગ છે કેમ કે પૌરાણિક કથા અનુસાર જ્યારે પાંડવોએ ૧૪ વર્ષનો અજ્ઞાતવાસ ભોગવ્યો હતો, ત્યારે તેઓએ ૧ વર્ષ શાણાંના ડુંગરોમાં પસાર કર્યું હતું. આજે પણ તેના પુરાવા અહીં જોઇ શકાય છે. આ ડુગરો પર પહોંચતા તમને અજંતા-ઇલોરાની ગુફાઓમાં આવ્યા હોય તેવો અહેસાસ થશે કેમ કે અહીના તમામ ડુંગરોના કાવરાંગ કરીને ઘર બનાવવામાં આવ્યા છે, જેમાં ભીમે હડિંબા સાથે લગ્ન કર્યા હતા, તે સમયે પથ્થરથી બનાવવામાં આવેલો મંડપ પણ હજી જોઇ શકાય છે. ૧૨ ડુંગરો પર ૪૦થી વધુ ગુફાઓ કાર્વ કરેલી છે, અને તમામ ગુફાઓમાં પથ્થરની સિટીંગ એરેજમેન્ટ પણ આપવામાં આવી છે. પાણીના સંગ્રહ માટે ડુંગરો પર જ પથ્થરને વચ્ચેથી કોતરીને તૈયાર કરેલી ઓપન ટેન્ક જોવા મળી. અહીંયા અમે એક એવું વર્ક જોયુ જે તદ્દન અલગ જ હતું. એક ગુફાની અંદર પહોંચતા જ ૨૦ ફુટનું શિવલીંગ જોવા મળ્યું, પાછળની સાઇડથી બહાર નીકળ્યા તો ખ્યાલ આવ્યો કે આ પણ એક પર્વત જ હતો. આ સમયે અમારા બધાના દિમાગમાં એક જ વાત ચાલી રહી હતી કે એ સમયે વગર ટેકનોલોજીએ આ કેવી રીતે શક્ય બન્યું હશે. બાજુમાં જ ઇરિગેશન વિભાગ દ્વારા ડેમ બનાવવામાં આવ્યો છે. અમે રાત અહીંયા જ સ્પેન્ડ કરવાનું નક્કી કર્યુ. સવારે જવાનો સમય આવ્યો ત્યારે ગર્વ પણ થયો કારણ કે અમે એ જગ્યાએ રાત રોકાયા હતા, જ્યાં પાંડવોએ એક વર્ષ પસાર કર્યું હતું. ((પ્રિયેશ પટેલ અને વિજય બારૈયા સાથે પાર્થવ દવેની વાતચિત પ્રમાણે))