તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હાઇ સિક્યુરિટી નંબર પ્લેટનો કોન્ટ્રાકટ ટર્મિ‌નેટ કરવા ચિમકી

હાઇ સિક્યુરિટી નંબર પ્લેટનો કોન્ટ્રાકટ ટર્મિ‌નેટ કરવા ચિમકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ. સુરત
પાલ આરટીઓમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ બનાવવાની કામગીરીમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર એફટીપી સોફટેકની ધીમી કામગીરીને કારણે લોકોની હેરાનગતિ ધ્યાનમાં આવતાં હવે તેને ઝડપથી નંબર પ્લેટ બનાવવાની સૂચના આપી દેવાઈ છે અને જો એમ નહીં થાય તો કોન્ટ્રાક્ટ ટર્મિ‌નેટ કરવાની ચીમકી પણ ચીફ કમિશનર ઓફ ટ્રાન્સપો‌ર્ટે આપી દીધી છે. નંબર પ્લેટ અંગે લોકોની તકલીફ ધ્યાને આવતા ચીફ કમિશનર ઓફ ટ્રાન્સપો‌ર્ટે હાલમાં જ પાલ ખાતે રૂબરૂ તપાસ કરી હતી. કોન્ટ્રાક્ટરની બેદરકારી જોતા તેમણે કેટલાક સૂચનો અને દરરોજની ગતિવિધિનો રિપો‌ર્ટ સીધો ગાંધીનગરને આપવાની પણ સૂચના આપી છે.