તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નાપાસ થવાના ડરે આશાદીપ સ્કૂલની વિદ્યાર્થિ‌નીનો આપઘાત

નાપાસ થવાના ડરે આશાદીપ સ્કૂલની વિદ્યાર્થિ‌નીનો આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુણા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પુણા વિસ્તારના ભૈયાનગરમાં પારસનાથ એપા‌ર્ટમેન્ટ ખાતે રહેતા જબ્બારસીંગ રાજપુતની ૧૭ વર્ષી‍ય પુત્રી સુરજબેનએ શનિવારે સવારના સુમારે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લઈ આપઘાતનો પ્રયાસ કરતા તેના પરિવારજનો દોડી આવ્યા હતા અને સુરજને નીચે ઉતારીને ૧૦૮માં સારવાર અર્થે તુરંત સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતાં.
પરંતુ ફરજ પરના તબીબે તપાસ કરતા મૃત હોવાનું જાહેર ક્ર્યું હતું. આ બનાવ અંગે પુણા પોલીસને જાણ કરતા પોલીસ મથકના મહીલા પીએસઆઈ નિનામાએ સ્મીમેર ખાતે પોસ્ટમો‌ર્ટમ કરાવી તપાસ હાથ
ધરી હતી.આ રીતે બાળકોના મૃત્યુ સમાજ માટે લાલબત્તી સમાન છે.