તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સુરત રેલવે સ્ટેશને ત્રણ બુકીંગ કારકૂનો વિજીલન્સના હાથે ઝડપાયા

સુરત રેલવે સ્ટેશને ત્રણ બુકીંગ કારકૂનો વિજીલન્સના હાથે ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ. સુરત
સુરત રેલવે સ્ટેશન પર ફરી એકવાર બુકિંગ કારકૂનો અને ટાઉટ્સની સાંઠગાંઠ સામે આવી છે.શનિવારે વિજીલન્સના સ્પેશ્યલ સ્કવોડના દરોડામાં એક બુકિંગ કારકૂન ૧૬,૦૦૦ની વધારાની રોકડ સાથે ઝડપાઈ ગયો હતો આ રકમ તેણે ટાઉટ પાસે લીધી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત કરંટ બુકીંગ સેન્ટર પરથી બે કારકૂનો પણ કટિંગ મની સાથે ઝડપાયા હતાં. આમ દિવાળીના સમયે પ્રવાસીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી રોજની હજારોની કમાણી કરતાં કારકૂનો પર કાબૂ મેળવવામાં રેલવે તંત્ર નિષ્ફળ ગયું હોવાનું ફરી એકવાર સાબિત થયું છે.
છૂટા નહીં હોવાના બહાને મુસાફરોને ખંખેરતા બે ઝડપાયા
અન્ય કિસ્સામાં કરંટ બુકીંગ રિઝર્વેશન સેન્ટર પરથી મુસાફર ટ્રેન પકડવાની ઉતાવળ કરે એટલે કારકુનો છૂટા પૈસા નહી હોવાનું બહાનું કાઢીને અને ધ્યાન ચૂકવીને નાણા ખંખેરતા બે બુકીંગ કારકૂનો વિજીલન્સના હાથે આવી ચડયા હતા. તેમાં તરૂણ પરમાર પાસેથી રૂ.૭૦૦ અને નિખીલેશ નામના કારકૂન પાસેથી રૂ.૬૦૦ની વધારાની રકમ મળી આવી હતી.